ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 26 સપ્ટેમ્બર 2020 (12:10 IST)

દીપિકાની પૂછપરછ કરી રહી છે 5 સભ્યોની ટીમ, સવાલ પહેલા સમજાવ્યો NDPS Act

બોલિવૂડ ડ્રગ કેસમાં આજે (26 સપ્ટેમ્બર) ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. અભિનેત્રી દીપિકા પાદુકોણને શનિવારે સવારે 10 વાગ્યે એનસીબીએ બોલાવી હતી. તે એનસીબી ગેસ્ટહાઉસ પહોંચી ચુકીછે. કેપીએસ મલ્હોત્રાના નેતૃત્વમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી બાજુ  10:30 વાગ્યે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને  એનસીબીની એક્સચેંજ બિલ્ડિંગ ઓફિસ પહોંચવાનુ હતુ. એવુ કહેવામાં આવી રહ્યું છે કે તે 12.30 સુધી પહોંચી શકશે. સારાના બોડીગાર્ડ  એનસીબી ઓફિસની સુરક્ષા વ્યવસ્થા જોઈને  ગયા હતા. શુક્રવારે રકુલપ્રીતસિંહની પૂછપરછ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, રકુલપ્રીતે બધો આરોપ રિયા ચક્રવર્તી પર લગાવ્યો છે. 
 
સારા અને શ્રદ્ધા સાથે એનસીબી ઓફિસ અને દીપિકા-કરિશ્માની ગેસ્ટ હાઉસમાં કરશે પૂછપરછ 
 
એનસીબીએ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને એનસીબીની એક્સચેન્જ બિલ્ડિંગની ઓફિસમાં બોલાવ્યા છે.  સૂત્રોના જણાવ્યા મુજબ બપોરે સાડા બાર વાગ્યા સુધીમાં બંને ત્યાં આવી જશે. સારા અને શ્રદ્ધાએ જતા પહેલા તેમના વકીલો સાથે વાત પણ કરી હતી. સાથે જ એનસીબી ગેસ્ટ હાઉસ નજીક દીપિકા પાદુકોણની પૂછપરછ કરવામાં આવી રહી છે. મીડિયાથી બચવા માટે દીપિકાએ ગેસ્ટ હાઉસ નજીક હોટલમાં એક રૂમ બુક કરાવ્યો હતો. તે ત્યાંથી સીધી પહોંચી ગઈ છે.
 
 
NCB એ લીધો દીપિકાનો ફોન, 4 રાઉંડમાં થશે પૂછપરછ 
 
એનસીબી ગેસ્ટ હાઉસની અંદરની મળેલ માહિતી મુજબ, દીપિકા પાદુકોણની 4 રાઉંડમાં પૂછપરછ થશે. એવુ પણ જાણવા મળ્યુ છે  કે ટીમે દીપિકાનો ફોન લઈ લીધો છે. પહેલા રાઉન્ડમાં તેની પાસેથી મેનેજર કરિશ્મા સાથેની ચેટ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજા રાઉન્ડમાં તેની પાસેથી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ક્વોન અને જયા સાહા  વિશે પૂછપરછ કરવામાં આવશે.
 
દીપિકા અને કરિશ્માની સામ-સામે પૂછપરછ થશે 
 
દીપિકાની મેનેજર કરિશ્માની એનસીબી ફરીથી પૂછપરછ કરશે. કરિશ્મા ncb ગેસ્ટહાઉસ માટે રવાના થઈ છે. એવા અહેવાલો છે કે આજે કરિશ્મા અને દીપિકા પાદુકોણને સામ-સામે બેસાડીને પૂછપરછ થશે. રિપોર્ટ્સ અનુસાર, કરિશ્માએ ચેટની કબૂલાત કરી છે, પરંતુ તે ડ્રગ્સ પર ગોલ-મોલ જવાબો આપી રહી છે. શુક્રવારે રકુલપ્રીત અને  કરિશ્માની પણ સામસામે પૂછપરછ કરવામાં આવી હતી.
 
દીપિકા વોટ્સએપ ગ્રુપની એડમિન હતી?
 
NCB આજે દીપિકા પાદુકોણની પૂછપરછ કરશે. દીપિકાના મેનેજર કરિશ્મા સાથેની કેટલીક ચેટ્સનો ખુલાસો થયો હતો. ઉલ્લેખનીય છે કે દીપિકાના કરિશ્મા સાથે ડ્રગ્સની ચેટ વાયરલ થઈ હતી. આ વોટ્સએપ ચેટમાં દીપિકાની ડ્રગ્સ અંગેની વાતચીત સામે આવી હતી. એવુ જાણવા મળ્યુ છે કે દીપિકા અને કરિશ્મા જે વોટ્સએપ ગ્રુપ સાથે વાત કરી રહ્યા હતા, દીપિકા તે ગ્રુપની એડમિન હતી.