બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (09:27 IST)

HBD- Deepika Padukone એ ફક્ત આઠ વર્ષની વયમાં કરી હતી એડ, આજે એક ફિલ્મ માટે લે છે આટલી ફી

સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ રોજ જે રીતે નવા મામલા સામે આવી રહ્યો છે  તે ખૂબ ચોંકાવનારો છે. રોજ મોટા સ્ટારનું નામ સામે આવી રહ્યું છે, જેના પર ડ્રગ્સ લેવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. સૌ પ્રથમ તેની શરૂઆત સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીથી થઈ હતી. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે એનસીબીએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો જેમાં સુશાંત કેસમાં ડ્રગનું એંગલનુ સામે આવ્યું હતુ.  
deepika padukaun
હવે અભિનેત્રી દીપિકા પાદુકોણ ઉપર ગંભીર આરોપ લાગી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દીપિકા પાદુકોણની 3 વર્ષની જૂની ચેટ વાયરલ થઈ રહી છે જે તેના મેનેજર સાથે છે. તેને ડ્રગ્સવાળી ચેટ કહેવામાં આવી રહી છે અને આ 2017 ની વાત છે. દીપિકા પાદુકોણને આ મામલે પૂછપરછ માટે NCB સમક્ષ પૂછપરછ માટે હાજર થવું પડશે
ઉલ્લેખનીય છે કે  દીપિકાનો જન્મ 5 જાન્યુઆરી 1986 ના રોજ ડેનમાર્કમાં થયો હતો. દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ એક પ્રખ્યાત બેડમિંટન ખેલાડી રહી ચુક્યા  છે. તેની માતા ઉજ્જલા પાદુકોણ એક ટ્રાવેલ એજન્ટ હતી. દીપિકાની એક નાની બહેન પણ છે. જેનુ નામ અનીષા પાદુકોણ છે  જે ગોલ્ફર છે. તમને જણાવી દઈએ કે, જ્યારે દીપિકા 11 મહિનાની હતી, ત્યારે તેનો પરિવાર બેંગ્લોર આવી ગયો હતો. દીપિકા ઘણીવાર બેંગ્લોરમાં તેના ઘરે જાય છે.
 
સુત્રોના જણાવ્યા મુજબ  દીપિકા બેંડમિંટન રમતી હતી અને તે રાષ્ટ્રીય કક્ષાની બેડમિંટન ખેલાડી રહી છે. દીપિકાએ પ્રથમ વખત ફક્ત આઠ વર્ષની ઉંમરે એક જાહેરાત માટે કામ કર્યું હતું અને પછી તે એડ કર્યા પછી તેને ટૂંક સમયમાં સમજાઈ ગયું હતું કે તેને બેડમિંટનમાં નહી પણ અભિનય કરવામાં રસ છે.  રિપોર્ટ અનુસાર, તે એક ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા લે છે