મંગળવાર, 4 ફેબ્રુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 4 ફેબ્રુઆરી 2025 (14:29 IST)

અમિતાભ બચ્ચની પૌત્રી આરાધ્યાએ ફરી ખખડાવ્યો કોર્ટનો દરવાજો, જાણો શુ છે મામલો

Aaradhya Bachchan - અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બોલીવુડની સૌથી ફેમસ સ્ટારકિડ્સમાંથી એક છે. આરાધ્યા મોટેભાગે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ફેંસની તેમની દરેક એક્ટિવીટી પર નજર રહે છે. આ દરમિયાન આરાધ્યાએ દિલ્હી હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. આરાધ્યની નવી અરજી પર કાર્યવાહી કરતા દિલ્હી હાઈકોર્ટે ગૂગલ અને અન્ય અનેક વેબસાઈટને નોટિસ મોકલી છે.  મામલા પર આગામી સુનાવણી 17 માર્ચના રોજ થશે. આ મામલો સ્ટારકિડની હેલ્થ વિશે કેટલીક મિસલીડિંગ માહિતી સાથે  જોડાયેલો છે. 
 
શુ છે મામલો ?
આરાધ્યાના વકીલે હાઈકોર્ટને જણાવ્યુ કે કેટલાક વધુ અપલોડર હાલ રજુ થયા નથી અને તેમનો બચાવ કરવાનો અધિકાર પહેલાથી જ બંધ થઈ ચુક્યો છે. આ પહેલા પણ આરાધ્યાની તરફથી ખુદના સગીર હોવાની દલીલ આપતા પોતાના વિશે ખોટિ રિપોર્ટિંગ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં અભિષેક અને એશ્વર્યાની પુત્રી આરાધ્યા વિશે ભ્રામક માહિતીને લઈને નિર્ણય આપવાની અપીલ કરવામાં આવી છે.  
Aishwarya Rai Bachchan and Aaradhya
બચ્ચન પરિવારની દલીલ 
આ મામલે ન્યાયમૂર્તિ મિની પુષ્કરણાએ બચ્ચન પરિવારના વકીલની બધી દલીલો સાંભળી અને આ વાત પર સહમતિ બતાવી કે પ્રતિવાદી અને અપલોડર્સ આ મામલાને કોર્ટમાં રજુ થયા નથી. આવામાં તેમની પાસે ખુદના બચાવમાં કોઈપણ સફાઈ રજુ કરવાની તક ખતમ થઈ ચુકી છે. મામલા પર આગામી સુનાવણી 17 માર્ચના રોજ થશે. બચ્ચન પરિવારનો આ નિર્ણય સગીર પુત્રી આરાધ્યાના રાઈટ પ્રાઈવેસી અને તેના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે. 
 
યૂટ્યુબર્સ પર લગાવી હતી રોક 
આ પહેલા 2023માં દિલ્હી હાઈકોર્ટે એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યાના સ્વાસ્થ્યને લઈને ખોટી માહિતી શેયર કરવા પર રોક લગાવી હતી.  આ દરમિયાન કોર્ટ આ વાત પર પણ જોર આપ્યુ હતુ કે કોઈપણ બાળક ભલે એ કોઈ સેલીબ્રેટેનો હોય કે પછી સામાન્ય જનતાનુ એ આદર અને સમ્માનો હકદાર છે.  કોઈપણ બાળકને લઈને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લઈને ખોટી માહિતી ફેલાવવી ખોટુ છે અને સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે.