ગુરુવાર, 8 ડિસેમ્બર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: શનિવાર, 13 જૂન 2020 (19:17 IST)

PHOTOS: સ્ટારડમ પછી આ આલીશાન ઘરમાં રહે છે દિશા પટાની, એક સમયે 500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી

એમએસ ધોની : ધ અનટૉલ્ડ સ્ટોરીથી બોલીવુડમાં ડેબ્યૂ કરનારી દિશા પટાનીનો આજે જન્મદિવસ છે. તે 28 વર્ષની થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેમના ફેંસ તેમને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે. દિશા અંતિમ વાર ફિલ્મ મલંગમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો. આ ઉપરાંત તે અનેક મોટા બ્રાંડ્સની જાહેરાતોમાં પણ જોવા મળી છે. દિશાની પાસે મુંબઈમાં આલીશાન ફ્લેટ છે જેની કિમંત કરોડોમાં છે. 
દિશાનુ આ નવુ ઘર બૈંડ સ્ટેંડમાં છે. તેમના એપાર્ટમેંટનુ નામ વાસ્તુ છે.  દિશાની સ્ટાઈલ સ્ટેટમેંટ કોઈ ટૉપ અભિનેત્રીથી કમ નથી. દિશાને મોટેભાગે મોંઘા આઉટફિટ્સમાં જોવામાં આવે છે. આ દિશાના ઘરની બાલકનીની તસ્વીર છે.  જ્યા અનેક છોડ લગાવ્યા છે. 
દિશા પાટની એક સારી ડાંસર છે. રણબીર કપૂર દિશાના સૌથી મોટા ક્રશ હતા. દિશા રોજ શાળા જતી વખતે પોતાની સ્કુટીથી એ જ રસ્તેથી નીકળતી હતી જ્યા રણબીરના પોસ્ટર લાગ્યા હતા. એ પોસ્ટરને તે ત્યા સુધી વળી વળીને જોતી જ્યા સુધી એ તેની આંખો સામેથી ઓઝલ ન થઈ જાય. આ જ ચક્કરમાં એક વખત તેનુ એક્સીડેંટ થતા થતા બચી ગઈ. 
દિશાનુ મુંબઈના બાંદ્રામાં ખુદનુ ઘર છે. તેણે આ નવા એપાર્ટમેંટમાં 2017માં ઘર લઈને ખુદને ભેટ કર્યુ હતુ. દિશાના આ ઘરનુ નામ લિટિલ હટ છે. તેની કિમંત 5 કરોડ છે.