ત્રણેય 'ખાન' સાથે કામ કરી ચુકી છે 'ગુલાબો સિતાબો'ની બેગમ ફારૂખ જફર, આ રીતે શરૂ કર્યુ હતુ ફિલ્મી કેરિયર
અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ગુલાબો સીતાબો 12 મી જૂને એમેઝોન પ્રાઇમ વીડિયો પર રજુ થઈ ચુકી છે. શુજિત સરકારના દિગ્દર્શનમાં બનેલ આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં બેગમની ભૂમિકા નિભાવનાર ફારૂક ઝફરની ભૂમિકાની પણ પ્રશંસા થઈ રહી છે. 'ગુલાબો સીતાબો'માં તેણે મિર્ઝા એટલે કે અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકા ભજવી છે. 87 વર્ષિય ફારૂક ઘણા લાંબા સમયથી બોલીવુડમાં સક્રિય છે. આ અગાઉ તે સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સાથે પણ કામ કરી ચૂકી છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરતા પહેલા ફારૂખ ઝફરે વર્ષ 1963માં લખનૌનાં વિવિધ ભારતી રેડિયો સ્ટેશનમાં એનાઉંસર તરીકે કામ કર્યું હતું. તેમણે 1981 માં આવેલી ફિલ્મ ઉમરાવ જાનથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે રેખાની માતાની ભૂમિકામાં જોવા મળી હતી. જો કે તેમને ઓળખ આમિર ખાનની ફિલ્મ પીપલી લાઈવથી મળી હતી. આમાં તેણે અમ્મા (ધનિયા) ની ભૂમિકા ભજવી હતી. તેમણે આ ફિલ્મના ઘણા દ્રશ્યોમાં ફેરફાર પણ કરાવ્યો હતો.
શાહરૂખ ખાન સાથે તેમની મુલાકાત સ્વદેશ ફિલ્મના સેટ પર થઈ હતી. એટલુ જ નહી શૂટિંગ દરમિયાન પણ શાહરૂખ અને ફારૂખ એક જ હોટલમાં પાસ પાસેના રૂમમાં રોકાયા હતા. આ ફિલ્મમાં તેમણે ફાતિમા બી નો રોલ ભજવ્યો હતો.
અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે સુલતાન ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાનને પ્રેમથી સુલતાન બોલાવતી હતી. આ ફિલ્મમાં તે હું સલમાનની દાદીની ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મમાં તમે જોયું જ હશે કે સલમાન ખાન તેની દાદીથી માર ખાતો જોવા મળે છે એ દાદી અન્ય કોઈ નહી પણ ફારૂખ જફર જ છે.