એકતા કપૂર બની માતા, ઘરે આવ્યો નાનકડો મેહમાન, જીતેન્દ્ર બન્યા નાના

ekta kapoor
મુંબઈ.| Last Modified ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (11:55 IST)
ફિલ્મમેકર અને ટેલીવિઝન પ્રોડ્યૂસર માતા બની ગઈ છે. તેમને પુત્ર થયો છે. એકતા કપૂર સરોગેસી દ્વારા મા બની છે.

એકતા કપૂરના ઘરે ખુશીઓ આવી છે. ટીવી ક્વીન એકતા કપૂરના ઘરે નાનકડો મેહમાન આવ્યો છે.
સરોગેસીથી એકતા કપૂર માતા બની છે અને તેમને છોકરો થયો છે. આ
રીતે હવે એકતાના પિતા જીતેન્દ્ર નાના બની ગયા છે. આ ખુશખબર પછી સમગ્ર બોલીવુડ તેમને શુભેચ્છા પાઠવી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે ભાઈ તુષાર કપૂરની જેમ એકતાએ અપ્ણ સરોગેસી દ્વારા મા બનવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. સમાચાર મુજબ 27 જાન્યુઆરીના રોજ તેમના ઘરે પુત્ર જન્મ થયો છે. એવુ કહેવાય રહ્યુ છેકે એકતાનો પુત્ર એકદમ સ્વસ્થ છે અને એકતા ટૂંક સમયમાં જ તેને પોતાના ઘરે લઈ જશે.

જેવા આ સમાચાર સોશિયલ મીડિયા પર આવ્યા તો એકતા કપૂરને તેમના ફેંસે શુભેચ્છા આપી. ફિલ્મ અને ટીવી સાથે જોડાયેલા કલાકાર પણ એકતા કપૂરને આ ખુશખબરી માટે શુભેચ્છા આપી રહ્યા છે. એકતા કપૂર પહેલા તેમના ભાઈ તુષાર કપૂર પણ સરોગેસી દ્વારા પિતા બન્યા હતા.
આ સાથે સાથે નિર્માતા-નિર્દેશક કરણ જૌહર પણ આ જ રીતે પિતા બન્યા હતા.
કરણના જોડિયા બાળકો છે. જેમનુ નામ યશ અને રુહી છે.
બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર અબરામ ખાનનો જન્મ પણ સરોગસી દ્વારા થયો છે.


આ પણ વાંચો :