બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (12:27 IST)

'યે હૈ મોહબ્બતે' શો થવાનો છે બંધ, દિવ્યાંકા કરશે આ કામ

ટીવીનો પોપુલર ટીવી શો' યે હૈ મોબબ્બતે'ને લઈને એક મોટા સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 5 વર્ષથી સૌના દિલ પર રાજ કરનારી આ સીરિયલ ઓક્ટોબરથી બંધ થવા જઈ રહી છે. ફક્ત એટલુ જ નહી આ સીરિયલના ફિનાલે ઐપિસોડની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે અને આ એપિસોડની શૂટિંગ માટે ટીમ વિદેશ પણ જઈ શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ શો માં અનેક મોટા મોટા ટ્વિસ્ટ આવ્યા. પણ છતા પણ શો ની રેટિંગમાં ઘટાડો થતો રહ્યો અને ઘણી કોશિશ છતા પણ શો ની ટીઆરપીમં કોઈ ઉછાળો ન આવ્યો. જાણવા મળ્યુ છે કે આ શો ના બંધ થયા પછી શો ની લીડ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી, એકતા કપૂરની વેબ સીરિઝ 'શૈફ' માં કામ કરશે. 
 
આમ તો આ શો ના બંધ થયા પછી ફેંસ આ શો ને ખૂબ મિસ કરશે. કારણ કે આ સીરિયલ અને દિવ્યાંકાના લાખો ફેન્સ હતા. જ્યારે આ શો આવ્યો હતો ત્યારે આ શો ને ખૂબ પ્રેમ મળ્યો.  આ શો પછી દિવ્યાંકાની ફૈન ફોલોઈંગ પણ ઘણી વધી હતી.