રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (16:36 IST)

કાર્તિકના એક પગલાથી યે રિશ્તા ક્યા કહેતા હૈની TRPમાં આવી શકે છે ઉછાળો

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સીરિયલમાં સતત  ટ્વિસ્ટની પ્રકિયા ચાલુ છે.  શો માં હાલ બતાવાય રહ્યુ છેકે નાયરા અને કાર્તિકે છુટાછેડાના પેપર્સ પર સાઈન કરી દીધા છે.  આ દરમિયિઆન બંનેના નિકટના સંબંધીઓના લગ્નની સિક્વેંસ ચાલી રહી છે.  આવનારા સમયમાં સીરિયલમાં સૌથી મોટો ટ્વિસ્ટ આવશે. જેનાથી કાર્તિકની જીંદગીમાં નાયરા ફરી આવશે. 
 
છુટાછેડાના પેપર્સ પર કાર્તિક અને નાયરાએ સાઈન તો કરી દીધા છે પણ હજુ પણ બંને પોતાની જૂની યાદોમાં ખોવાયેલા છે. જો કે તેનો એકરાર બંનેયે એકબીજાને કર્યો નથી. સીરિયલમાં બતાવાયુ છે કે સુવર્ણા કાર્તિકના બીજીવાર લગ્ન તેની નિકટની મિત્ર આશી સાથે કરાવવા માંગે છે.  જ્યારે કે દાદી કાર્તિક નાયરાના લગ્ન બચાવવા માંગે છે. 
 
સીરિયલમાં જલ્દી મોટુ ટ્વિસ્ટ આવવાનુ છે. જે કાર્તિક અને નાયરાનુ જીવન બદલી નાખશે.  સૂત્રો મુજબ કાર્તિક કોઈને જણાવ્ય વગર શુભમનો કેસ ફરી ખોલાવશે.  એવુ એટલા માટે જેથી કેસની જડ સુધી જઈ શકાય. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા નાયરાની દાદી એટલે કે દેવયાનીએ કાર્તિકને જણાવ્યુ હતુ કે શુભમના મોતના દિવસે તે કર્તિકની અગાશી પર રાહ જોઈ રહી હતી ત્યારે તે અગાશી પરથી પડી ગઈ હતી. એ જ કારણે નાયરના પગમાં વાગ્યુ છે. 
 
આવામાં સત્યની જાણ થતા કાર્તિક શુભમનો કેસ ફરી ખોલશે અને કેસ ફરીથી ખોલતા કાર્તિકને અસલિયતની જાણ થશે.  અને તે ફરીથી નાયરા પર વિશ્વાસ કરવા માંડશે. આવનારા એપિસોડમાં આ પણ જોવુ રસપ્રદ રહેશે કે કાર્તિક કેવી રીતે સૌની સામે નાયરાને નિર્દોષ સાબિત કરશે. 
 
ઉલ્લેખનીય છે કે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સીરિયલ ટીઆરપીના મામલે સતત ટોપ 10માં બનેલી છે.  ગયા અઠવાડિયે આ સીરિયલ પાંચમા પગથિયે હતી. આવામાં જોવાનુ એ હશે કે સીરિયલની સ્ટોરીમાં આવનારા આ ટ્વિસ્ટથી ટીઆરપી પર કેટલી અસર પડશે.  સાથે જ કેટલી રેટિંગ મેળવવામાં સફળ થશે.