શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (10:46 IST)

Happy Birthday A R Rahman: એક વર્ષમાં 90 કરોડથી પણ વધુ કમાવે છે રહેમાન, જાણો કેટલી છે કુલ કમાણી

જાણીતા મ્યુઝિક કંપોઝર અને સિંગર એ આર રહેમાન આજે પોતાનો 54 મો બર્થડે ઉજવી રહ્યા છે. સંગીતની દુનિયામાં ભારતનુ નામ ઊંચુ કરનારા એ આર રહેમાનના ગીત તો તમે સાંભળ્યા જ હશે. એ. આર. રહેમાને તાજેતરમાં જ અનેક બોલીવુડ ફિલ્મોમાં ગીત આપ્યા છે અને પોતાના શો ના માધ્યમથી સારી કમાણી કરી રહ્યા છે. પોતાના મ્યુઝિકથી ઓસ્કર એવોર્ડ જીતનારા રહેમાન આજે પણ હિટ છે. 
 
તાજેતરમાં ફોર્બ્સ તરફથી રજુ કરવામાં આવેલ ટૉપ 100 સેલેબ્સની લિસ્ટમાં તેમણે 16માં સ્થાન પર મુકવામાં આવ્યા છે. જો મ્યુઝિક સાથે જોડાયેલ હસ્તિયોની વાત કરીએ તો તેઓ પહેલા સ્થાન પર છે. ફોર્બ્સની તરફથી રજુ કરવામાં આવેલ માહિતી મુજબ રહેમાન તાજેતરમાં કોઈ ટ્રેક ખાસ સફળ નથી થયો પણ છતા પણ પૉપ્યુલિરિટીના મામલે તેઓ ખૂબ આગળ છે.  તેઓ અમેરિકા અને કનાડામાં પોતાના શો દ્વારા સારા પૈસા કમાવી રહ્યા છે.  
 
જો તેમની કમાણીની વાત કરીએ તો તેમણે 2019માં 94.8 કરોડ રૂપિયા કમાણી કરી છે અને લિસ્ટમાં 16માં સ્થાન પર છે. આ પહેલા 2018માં તેઓ 11માં સ્થાન પર હતા અને તેમની કમાણી 66.75 કરોડ રૂપિયા હતી. બીજી બાજુ 2017માં તેમણે પોતાના ગીતથી 57.63 કરોડ રૂપિયા કમાવ્યા હતા. 
 
ઉલ્લેખનીય છે કે એ આર રહેમાનનુ પ્રથમ નામ દિલીપ કુમાર હતુ પ્ણ એક જ્યોતિષીને કારણે તેમણે પોતાનુ નામ બદલે એનાખ્યુ. સાથે જ જન્મથી હિન્દુ એ આર રહેમાને પછી મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. જો કે તેમણે આ પોતાના મનથી કર્યુ છે અને ત્યારબાદ તેમની કોઈ મજબૂરી  નહોતી. ઉલ્લેખનીય છેકે એ આર રહેમાને બોલીવુડની અનેક ફિલ્મોમાં પણ પોતાનુ સંગીત આપ્યુ છે.