રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (23:04 IST)

શાહરૂખના પુત્ર આર્યન ખાને પબ્લિક પ્લેસ પર કરી ટૉયલેટ ? જાણો વાયરલ વીડિયોની હકીકત

ગયા વર્ષે ડ્રગ્સ કેસને લઈને શાહરૂખ ખાન (Shah Rukh Khan) નો પુત્ર આર્યન ખાન(Aryan Khan) 
ખૂબ ચર્ચામાં રહ્યો. ફરી એક વાર વર્ષ 2022 ની શરૂઆત સાથે, આર્યન ખાન એકવાર ફરી ચર્ચામાં આવી ગયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ નશામાં ધૂત જોવા મળી રહ્યો છે અને અન્ય એક વ્યક્તિ તેને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, થોડા સમય બાદ યુવકે જાહેર સ્થળે જ ટૉયલેટ કરે છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આને આર્યન ખાનનો વિડિયો તરીકે શેર કરી રહ્યા છે અને શાહરૂખના પુત્રને ટ્રોલ કરી રહ્યા છે. પરંતુ આ વીડિયોનું સત્ય શું છે, તે અમે તમને બતાવી રહ્યા છે
 
આર્યન બતાવીને શેયર કરી રહ્યા છે વીડિયો 
 
ઉલ્લેખનીય છે કે  એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. આ માણસ નશામાં છે, જેને બીજો માણસ તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે.  નશામાં ધૂત વ્યક્તિ થોડા સમય પછી જાહેર સ્થળે ટોઇલેટ કરે છે. આ વીડિયોમાં નશામાં ધૂત છોકરાને આર્યન ખાન તરીકે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
 
શુ છે હકીકત ? 
 
ઇન્ડિયા ટુડેના ફેક્ટ ચેક રિપોર્ટ અનુસાર, વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ કેનેડિયન એક્ટર Bronson Pelletier છે, જેણે ટ્વાઇલાઇટ સાગા સિરીઝમાં જેરેડ કેમેરોનની ભૂમિકા ભજવી હતી. તે જ સમયે, રિપોર્ટ અનુસાર, આ વીડિયો લોસ એન્જલસના એરપોર્ટનો છે અને 2012નો છે. કહેવાય છે કે ત્યારબાદ  Bronson ની ધરપકડ કરવામાં આવી હતી.