સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 6 ઑક્ટોબર 2021 (13:43 IST)

Cruise Drugs Party: શાહરૂખના પુત્ર આર્યન ખાન પર NCBએ કસ્યો સકંજો

આર્યન ખાન સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ વધુ 8 લોકોની ધરપકડ કરી છે, જેમાં દિલ્હીની એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ 4 હાઇ પ્રોફાઇલ આયોજકો સામેલ છે. આ કંપનીને 2-4 ઓક્ટોબર સુધી ક્રૂઝમાં યોજાયેલી પાર્ટી કરવાની જવાબદારી સોંપી હતી. આ ઉપરાંત મંગળવાર (5 ઓક્ટોબર)ના રોજ અન્ય 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક આર્યનનો મિત્ર તથા એક ડ્રગ પેડલર સામેલ છે.NCBએ અત્યાર સુધી 16 લોકોની ધરપકડ કરી છે. આજે (6 ઓક્ટોબર) આર્યનને ક્રૂઝમાંથી ધરપકડ કરાયેલા ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના 4 અન્ય લોકોની સામે પૂછપરછ કરવામાં આવશે. 
 
 
Cruise Drugs Party: નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો (NCB)એ તાજેતરમાં જ મુંબઇથી ગોવા જઇ રહેલી એક ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી કરવાના મામલામાં કેટલાક લોકોની ધરપકડ કરી છે. હવે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, આર્યનનો ફોન ગાંધીનગર ફોરેન્સિકમાં મોકલાયો છે.
સૂત્રોના મતે, NCBને આર્યનના ફોનમાંથી મહત્ત્વના પુરાવા મળ્યા છે. NCBએ આર્યનનો ફોન ફોરેન્સિકમાં મોકલ્યો છે. પુરાવા મેળવવા માટે NCBએ આર્યનના ફોનનું ક્લોનિંગ કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે.  NCBના અધિકારીઓને વ્હોટ્સેપ ચેટ્સની મદદથી ડ્રગ્સથી લઈ અનેક મહત્ત્વની માહિતી મળી છે, જેમાં આપત્તિજનક તસવીરો છે. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી ફોરેન્સિક લેબમાં તપાસ બાદ આ ફોનમાંથી વધુ રહસ્યો ઉજાગર થાય તેવી આશા છે. 
  
 
ક્રૂઝમાંથી મોટી સંખ્યામાં પકડાયું હતું ડ્રગ્સનાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 2 ઑક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર થઈ રહેલી રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ઘણા લોકોની અટકાયત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દરોડા દરમિયાન NCBને મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતું, જેમાં 20 ગ્રામ કોકેન, 30 ગ્રામ ચરસ, 10 ગ્રામ MD ડ્રગ્સની ગોળીઓ સહિતનો સમાવેશ થાય છે.

ક્રૂઝમાં સેન્જર ટિકિટની કિંમત 80 હજારમીડિયા અહેવાલ અનુસાર આ ક્રૂઝ પર ક્રે આર્ક નામની એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂલ પાર્ટીથી માંડીને મ્યુઝિકલ પર્ફોર્મન્સ ત્રણ દિવસ સુધી ક્રૂઝમાં ચાલવાનું હતું. આ ક્રૂઝમાં લગભગ 600 લોકો સામેલ હતા, આ ક્રૂઝની ક્ષમતા 2,000 કહેવામાં આવી રહી છે. પાર્ટીમાં હાજરી આપવા માટે એક પેસેન્જર ટિકિટની કિંમત 80 હજાર રૂપિયા કહેવામાં આવી રહી છે.