શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 3 જાન્યુઆરી 2022 (15:07 IST)

Covid 19: બોલીવુડમાં ફુટ્યો કોરોનાનો બોમ્બ, હવે એકતા કપૂર થઈ કોરોના વાયરસથી સંક્રમિત

બોલીવુડમાં એક પછી એક સેલ્બ્સ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. જેને જોઈને લાગી રહ્યુ છે કે જાણે કે બોલીવુડમાં કોરોનાનો બોમ્બ ફુટ્યો છે. તાજેતરમાં જ અર્જુન કપૂર સહિત તેમની ફેમિલીમાં અનેક લોકોની કોવિડ રિપોર્ટ પોઝીટીવ આવી હતી. હવે સમાચાર છે કે ડાયરેક્ટર  પ્રોડ્યુસર એકતા કપૂરને પણ કોરોના થઈ ગયો છે. તેમની કોવિડ રિપોર્ટ પોઝીટીવ આવી છે. એકતા કપૂરે ઈસ્ટાગ્રામ પર આની માહિતી આપી છે. 
 
પોસ્ટ લખીને આપી માહિતી. 
 
એકતા કપૂરે લખ્યુ - બધી સાવધાનીઓ રાખ્યા પછી પણ મારી કોરોના રિપોર્ટ પોઝીટીવ આવી છે. હુ ઠીક છુ અને એ  બધા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરુ છે જે છેલ્લા કેટલાક દિવસમાં માર સંપર્કમાં આવ્યા છે. 

 
નકુલ મેહતાના 11 મહિનાનો પુત્રને થયો કોરોના 
 
સવારે જ જોન અબ્રાહમ અને તેમની પત્ની પ્રિયા રૂંચાલના કોરોના વાયરસથી સંક્રમિત થવાના સમાચાર આવ્યા છે. એટલુ જ નહી અભિનેત્રી નકુલ મેહતાના 11 મહિનનાઅ પુત્રની કોવિડ રિપોર્ટ પણ પોઝીટીવ આવી છે. બોલીવુડમાં છેલ્લા કેટલાક દિવસોમાં સીમા ખાન, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર, રિયા કપૂર, નોરા ફતેહી, મૃણાલ ઠાકુર કોરોનાના શિકાર થઈ ચુક્યા છે.