મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 14 માર્ચ 2015 (16:32 IST)

Birthday special - અમિર ખાનના 6 અવતાર

બોલીવુડના જાણીતા અભિનેતા આમિર ખાનનો આજે જન્મ દિવસ છે. આમિર ખાન આજે બોલીવુડના ચમકતા સિતારાઓમાંથી એક છે. કારણ કે તેમનો  પોતાનો એક જુદો જ અંદાજ હોય છે.    તેઓ ભીડમાંથી કાયમ કંઈક અલગ કરવાની કોશિશ કરે છે. તેમના લાખો ફેંસનુ માનવુ છે કે આમિર એકમાત્ર એવા કલાકાર છે જેમને પોતાની દરેક ફિલ્મમાં એક નવા અવતારમાં જોશો. આમિર જ્યારે પણ પોતાના લુકમાં કોઈ ફેરફાર કરે છે તો તે એક ફેશન બની જાય છે. આવો જાણીએ આમિરના ખાસ 6 અનોખા અને શ્રેષ્ઠ રોલ વિશે .. 
 
લગાન - ખેડૂત આમિર
 - આમિર ખાનની ફિલ્મ લગાન પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેમનુ પાત્ર એકદમ જ જુદુ હતુ. લગાનમાં આમિર ગામના કોઈ ખેડૂતની જેવા દેખાય રહ્યા છે. જ્યા તેમને ધોતી અને માથા પર પાઘડી બાંધી રાખવી પડતી. જમીન સાથે જોડાયેલ આમિરે આ ફિલ્મમાં પોતાના પ્રેમાળ લુક દ્વારા સૌનુ દિલ જીતી લીધુ હતુ. આમિર ખાનને આ રોલને પ્લે કરવા માટે ગ્રામીણોની મદદ લેવી પડી હતી. 


ગજની ભૂલક્કડ આમિર 
આમિરની ફિલ્મ ગજની પણ ખૂબ ચર્ચામાં રહી.. તેમા આમિરે છ લુક્સ બદલ્યા. આ ફિલ્મ માટે આમિરને ખૂબ મહેનત કરવી પડી છે. ફિલ્મ માટે આમિરે સિક્સ પૈક પણ બનાવ્યા હતા. એટલુ જ નહી પ્રેમીના પાત્રમાં આમિરે પોતાના વાળ નાના કરાવ્યા અને વાળને વચ્ચે એક લાઈન પણ કરાવી જે માથામાં વાગેલ ઘા ના નિશાન બતાવવા માટે હતી. 
 
આગળ જુઓ આમિરના વધુ 5  રોલ્.. 


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.

તારે જમીન પર - ટીચર આમિર 
 આમિર ખાન પોતાના નિર્દેશનમાં બનેલી પ્રથમ ફિલ્મ 'તારે જમીન પર'  એક બાળકને કેન્દ્રમાં મુકીને બનાવી. જેમા તેઓ એક આર્ટ ટીચરના રોલમાં જોવા મળ્યા. તેમા તેમનુ નામ રામશંકર નિકુંભ છે. આ ફિલ્મમાં તેઓ સામાન્ય ટીચરથી એકદમ જુદા દેખાયા. તેમનો અભ્યાસ કરાવવાનો અંદાજ એકદમ જુદો હતો. તેઓ બાળકોને તેમની ઈચ્છા અને સપના અને તેમના વિચાર પૂછે છે અને તે અનુસાર ભણાવે છે. 
 
પી.કે - એલિયન આમિર


 
 તાજેતરમાં આવેલ રાજકુમાર હિરાનીની ફિલ્મમાં આમિર ખાને એક એલિયનનો રોલ પ્લે કર્યો. આમિર આ ફિલ્મમાં એકદમ જ જુદા દેખાય છે. તેમનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવ્યો.  આ રોલમાં તેમના ચેહરા પર માસુમિયતનો ભાવ સ્પષ્ટ જોવા મળ્યો.  આ ઉપરાંત આ ફિલ્મમાં આમિરે રાજસ્થાની ઘાઘરો પહેર્યો છે. એટલુ જ નહી  હોઠ પર લિપસ્ટિક પણ લગાવી છે. અનેક સ્થાન પર તો તેઓ સ્કર્ટમાં જોવા મળે છે. 

તલાશ - ખોજી ઈંસ્પેક્ટર આમિર 
 ફિલ્મ તલાશમાં આમિર પોલીસ ઓફિસરની ડ્રેસમાં ખૂબ સારા લાગ્યા. જો કે આ પહેલા પણ તેમણે આવો રોલ કર્યો છે. પણ આ વખતે તેમની મૂંછો પણ છે. ક્લીન શેવમાં રહેનારા આમિર ફિલ્મમાં મુછોમાં જોવા મળ્યા. આ માટે આમિરે અનેક મહિના પહેલા જ પોતાની મૂંછો વધારવી પડી હતી. પણ આમિરના આ મૂંછોવાળા રોલે થોડા સમય માટે મૂંછોની ફેશન બનાવી દીધી હતી. 
 
 
મંગલ પાંડેય - ક્રાંતિકારી આમિર
 દેશભક્તિથી લબરેજ ફિલ્મ મંગલ પાંડેયમાં પણ આમિરનો અંદાજ એકદમ જુદો રહ્યો. આ ફિલ્મમાં આમિરે દેશભક્તિનો પરિચય આપ્યો છે. મંગલ પાંડેમાં ધોતી-ઝભ્ભો પહેર્યો છે. આ ઉપરાંત તેમા લાંબાવાળ અને મૂંછમાં આમિર એકદમ જુદા લાગી રહ્યા છે. આમિરે પોતાના આરોલ માટે પોતાના વાળ પણ લાંબા કર્યા છે. આમિરનુ આ ક્રાતિકારી પાત્ર લોકોના દિલમાં લાંબા સમય સુધી વસેલુ રહ્યુ.