શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 25 ઑગસ્ટ 2021 (08:00 IST)

Happy Birthday Daisy Shah: બૈક સ્ટેજ ડાંસરમાંથી બની અભિનેત્રી, આજે આટલા કરોડની કરે છે કમાણી

અભિનેત્રી ડેઝી શાહ બોલીવુડની એ અભિનેત્રીઓમાંથી એક છે જેમણે સુપર સ્ટાર સલમાન ખાન સાથે ડેબ્યુ કરવાની તક મળી અને તેમની પહેલી જ ફિલ્મ હિટ થઈ. ડેજી શાહે સલમાન ખાન સાથે ફિલ્મ જય હો થી ડેબ્યુ કરી ખૂબ ચર્ચા મેળવી હતી. ફિલ્મમાં તેમની જોડી ખૂબ પસંદ કરવામાં આવી અને તેમના કામની પણ ખૂબ પ્રશંસા થઈ. અહી સુધી પહોંચવા માટે ડેઝીને ખૂબ મહેનત કરવી પડી.  એક સમય હતો જ્યારે તે ફિલ્મોમાં બૈક ડાંસર જોવા મળી હતી. 
 
ડેઝી શાહનો જન્મ 25 ઓગસ્ટ 1984 ના રોજ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતા કપડાની મિલમાં કામ કરતા હતા. ડેઝીએ પોતાનો શરૂઆતનો અભ્યાસ મુંબઈથી જ કર્યો હતો, તે મિસ ડોમ્બિવલી તરીકે પણ પસંદગી પામી હતી. ડેઝીએ તેના કેરિયરની શરૂઆત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યના આસિસ્ટેંટ તરીકે કરી હતી.
 
ડેઝી શાહ વર્ષ 2003માં સલમાન ખાનના ગીત 'ઓ જાના' અને 'લગન લગી'માં બેક સ્ટેજ ડાન્સર તરીકે જોવા મળી હતી. તે પછી તેણે મોડેલિંગ શરૂ કર્યું. માત્ર 20 વર્ષની ઉંમરે તે ફિલ્મ 'હમકો દિવાના કર ગયે'માં જોવા મળી હતી. ત્યારબાદ તેણે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવુ શરૂ કર્યુ.  ડેઝીએ વર્ષ 2011 માં કન્નડ ફિલ્મ ભદ્રા કરી હતી, જેમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ ડેઝીને સાચી ઓળખ તો ફિલ્મ  'જય હો' થી જ મળી જેમાં તેને સલમાન ખાનની અપોઝિટ કામ કરવાની તક મળી હતી. ત્યારબાદ ડેઝી 'હેટ સ્ટોરી 3' અને 'રેસ 3'માં પણ જોવા મળી હતી.
 
આ ફિલ્મો બાદ ડેઝી શાહની નેટવર્કની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એક વેબસાઇટ અનુસાર, ડેઝી શાહની કુલ સંપત્તિ 185 કરોડ રૂપિયા છે. જે તેણે મોડેલિંગ, જાહેરાત અને ફિલ્મોમાં કામ કરીને કમાવી છે. ડેઝી એક ફિલ્મમાં કામ કરવા માટે 3 કરોડ રૂપિયા લે છે. ડેઝી શાહ કુર્લા, મુંબઈમાં 3BHK ફ્લેટ ધરાવે છે. ડેઝી શાહ પાસે મર્સિડીઝ બેન્ઝ કાર છે, આ કાર તેને સલમાન ખાને ભેટમાં આપી છે. તેની કિંમત 90 લાખ રૂપિયા છે. એક રેન્જ રોવર કાર પણ છે જેની કિંમત 70 લાખ છે.