સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 22 ઑગસ્ટ 2021 (22:44 IST)

Tiger 3 : સલમાન ખાનના ફિલ્મના સેટ પરથી ફર્સ્ટ લુક થયુ લીક, લાંબા વાળ અને દાઢીમાં ઓળખવા મુશ્કેલ

સલમાન ખાન (Salman Khan) અને કેટરીના કૈફ(Katrina Kaif)ની ફિલ્મ ટાઈગર 3 (Tiger 3)ના ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન અને કેટરીના શુક્રવારે ટાઇગર 3 ના શૂટિંગ માટે રૂસ માટે જવા રવાના થઈ ગયા હતા. તેમણે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ફિલ્મના સેટ પરથી સલમાન ખાનનું ફર્સ્ટ લુક વાયરલ થયુ છે.
 
સલમાન અને કેટરીના રૂસના સેંટ પીટર્સબર્ગમાં ટાઇગર 3 નું શૂટિંગ કરી રહ્યા છે. રૂસ પહોંચતાની સાથે જ તેઓ  એક્શન સિક્વન્સ શૂટ કરી રહ્યા છે. તેમા તે કાર ચેજિંગ સીક્વેંસ શૂટ કરી રહ્યા છે. ફિલ્મના સેટ પરથી સલમાનનુ  લુક વાયરલ થયુ છે જેમાં તેમને ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે.
 
સલમાનનુ લુક થયુ વાયરલ 
 
સલમાન ખાનના વાયરલ થઈ રહેલા લુકમાં તેઓ બ્રાઉન કલરના લાંબા વાળ અને દાધીમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમણે કપાળ પર લાલ રંગનો બેંડ બાંધ્યો છે.  સલમાન ખાનને આ લુકમાં ઓળખવા મુશ્કેલ છે. તેમની આ તસવીરો વાયરલ થઈ રહી છે. ફોટોમાં સલમાન ખાનની સાથે તેમનો ભાઈ સોહેલ ખાનનો પુત્ર નિર્વાણ ખાન પણ જોવા મળી રહ્યો છે
 
અહી જુઓ સલમાન ખાનની વાયરલ તસ્વીરો