ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 23 ઑક્ટોબર 2020 (09:24 IST)

Happy Birthday Prabhas - ફેંસના ડાર્લિંગ પ્રભાસના જન્મદિવસે તેમની નવી ફિલ્મનુ પોસ્ટર રિલીઝ

બાહુબલી ફેમસ સ્ટારનો જન્મ 23 ઓક્ટોબર 1979 ના રોજ ચેન્નઇમાં થયો હતો. પ્રભાસનું પૂરું નામ ઉપ્પલપતિ વેંકેટ સૂર્ય નારાયણ પ્રભાસ રાજુ છે.
2002 માં પ્રભાસે તેની તેલુગુ ફિલ્મ 'ઈશ્વર' દ્વારા ડેબ્યુ કર્યુ. પ્રભાસને વર્ષ 2004માં વર્ષમ ફિલ્મ માટે તેલુગુ શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.
 
2010 ની ફિલ્મ ડાર્લિંગ પછી પ્રભાસ 'ડાર્લિંગ'  નામથી ફેંચ વચ્ચે પ્રખ્યાત થયા. ક્રિટિક્સે ફિલ્મમાં પ્રભાસની અભિનયની પ્રશંસા કરી હતી.
 
ફિલ્મ જગતમાં ધૂમ મચાવનાર પ્રભાસ ભણવામાં પણ પાછળ રહ્યો નથી. તેણે હૈદરાબાદની ચૈતન્ય કોલેજમાંથી બી.ટેક કર્યું છે.
 
 ફિલ્મ બાહુબલી માટે પ્રભાસે 5 વર્ષ સુધી બીજી કોઈ ફિલ્મ કરી નહોતી. બે ભાગવાળી આ ફિલ્મે વિશ્વભરમાં 1000 કરોડની કમાણી કરી છે.
પ્રભાસે  પહેલીવાર દિગ્દર્શક રાજામૌલી સાથે ફિલ્મ છત્રપતિમાં કામ કર્યું હતું. શ્રેષ્ઠ અભિનેતા તેલુગુ એવોર્ડ ઉપરાંત પ્રભાસના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી.
ઘણા સમય સુધી  પ્રભાસ અને અનુષ્કાના અફેરના સમાચારો ઉડતા રહ્યા. પરંતુ બંનેએ એકબીજાને ફક્ત સારા મિત્રો ગણાવ્યા.. ચાહકો માટે આ જોડી પહેલી પસંદ રહી છે.
 
લોકો વચ્ચે લોકપ્રિય પ્રભાસ હંમેશા ફેંન્સની મદદ માટે આગળ આવે છે. તેલંગાણામાં ભારે વરસાદથી પીડિત લોકો માટે પ્રભાસે સ્ટેટ રિલીફ ફંડને 1.5 કરોડ રૂપિયા આપ્યા છે.
એક ફિલ્મ નિર્દેશકનો પુત્ર હોવા છતાં, પ્રભાસે પોતાની મહેનત દ્વારા એક અલગ ઓળખ બનાવી. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 21 ફિલ્મો કરી હતી.
 
 જન્મદિવસ પ્રસંગે ફેંસને ભેટ આપતા પ્રભાસની નવી ફિલ્મનુ પોસ્ટર રજુ કરવામાં આવ્યુ. તેમની નવી ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.