સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified શનિવાર, 12 સપ્ટેમ્બર 2020 (23:10 IST)

મને ડ્રગ્સની લત લાગી ગઈ હતી - કંગના રનૌતનો આ Video Viral

કંગના રનૌતે  તાજેતરમાં જ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનો ઉપયોગ થવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન હવે કંગનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહે છે કે તે પણ એક ડ્રગની એડિક્ટ બની ગઈ હતી. કંગનાએ આ વીડિયોને માર્ચમાં તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. વીડિયોમાં કંગના કહે છે કે, 'જ્યારે હું ઘરેથી ફિલ્મોમાં કામ કરવા માટે ભાગી હતી ત્યારે થોડા વર્ષોમાં હું ડ્રગ એડિક્ટ બની ગઈ હતી. મારા જીવનમાં ઘણી વસ્તુઓ બનતી હતી. હું કેટલાક ખોટા લોકોના હાથમાં આવી ગઈ હતી, વિચાર કરો હુ કેટલી ખતરનાક છું. '
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા કંગનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેના પર ડ્રગ્સનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે 'મેં 16 વર્ષની ઉંમરે મારુ ઘર મનાલી છોડી દીધુ હતુ  હું એકલી જ મુંબઈ આવી હતી. પરંતુ આ દરમિયાન મારી સાથે એક ખરાબ ઘટના બની હતી. તે સમયે, મને એક કેરેક્ટર રોલ કરનારો વ્યક્તિ મળ્યો અને તે ખુદને મારો મેંટોર સમજવા લાગ્યો હતો.
 
કંગનાએ કહ્યું હતું કે 'હું તે સમયે હુ હોસ્ટેલમાં એક આંટી  સાથે રહેતી હતી. તેઓએ મને કહ્યું કે અમે ફ્લેટ્સ શેયર કરીએ છીએ. આન્ટી તે વ્યક્તિથી ઈમ્પ્રેસ થઈ ગઈ અને કહ્યું કે અમારા માટે કામ શોધો. એ વ્યક્તિએ પોતાના ફ્લેટમાં અમને શિફ્ટ કર્યા અને  પછી તે આંટી સાથે લડ્યો અને તેમને ત્યાંથી બહાર કાઢી મુક્યા અને મને ઘરમાં બંધ કરી દીધી. હું જે કાંઈ પણ કરું, તેનો સ્ટાફ તેને કહેતો. તે મને પાર્ટીઓમાં લઈ જતો.

 
કંગનાએ વધુમાં કહ્યું કે, 'મને એક પાર્ટીમાં નશા જેવું લાગ્યું. મે અનુભવ્યુ કે મારા ડ્રિંકમા કંઈક ભેળવ્યુ છે. કારણ કે જે બનતું હતું તે મારી ઈચ્છાથી નહોતુ થઈ રહ્યુ. આ ઘટના પછી તે મને મારો પતિ માનવા લાગ્યો. જ્યારે મેં તેને કહ્યું કે તુ મારો બોયફ્રેન્ડ અથવા પતિ નથી, ત્યારે તે મને મારવા માટે ચપ્પલ ઉપાડતો હતો. તે વ્યક્તિ મને દુબઈના લોકો સાથે મીટિંગમાં લઈ જતો. મને ડર હતો કે ક્યાક મને  દુબઈ સપ્લાય તો નહી કરે. તે જ સમયે મને ગૈગસ્ટર ફિલ્મ મળી ગઈ.  ત્યારબાદ તે વ્યક્તિ મને ઈંજેક્શન આપવા લાગ્યો જેથી હુ શૂટ પર ન જઈ શકુ. એ સમયે મારા ડાયરેક્ટર અનુરાગ બસુએ મારી મદદ કરી હતી.