સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By અનંત પ્રકાશ|
Last Modified: શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (09:42 IST)

કંગના રનૌત કોના ભરોસે ઉદ્ધવ ઠાકરે પર હુમલો કરે છે?

કંગના રનૌતે મુંબઈ પહોંચતાં જ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપતાં કહ્યું, "આજે મારું ઘર તૂટ્યું, કાલે તારો ઘમંડ તૂટશે."
 
કંગનાએ ટ્વિટર પર એક વીડિયો શૅર કરીને કહ્યું, "ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે કે તે ફિલ્મ માફિયાઓ સાથે મારું ઘર તોડીને તે મારી સાથે બહુ મોટું વેર લીધું છે?"
 
"આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું પૈડું છે, યાદ રાખજે હંમેશાં એક સમાન નથી રહેતું."
 
કંગનાએ ઉમેર્યું, "મને લાગે છે કે મારા પર મોટો ઉપકાર કર્યો છે. મને ખબર હતી કે કાશ્મીરી પંડિતો પર શું વીત્યું હશે, આજે એમેં અનુભવ્યું છે. આજે હું આ દેશને એક વચન આપું છું કે હું અયોધ્યા પર જ નહીં, કાશ્મીરી પંડિતો પર પણ એક ફિલ્મ બનાવીશ."
 
એ બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ જે કંઈ પણ ઘટ્યું છે તે મહારાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત ઘટ્યું છે.
 
જોકે, સવાલ એ થાય કે આખરે કંગના જે અંદાજમાં ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરી રહ્યાં છે, એ પાછળનું કારણ શું હોઈ શકે?
 
શિવસેના અને મહારાષ્ટ્રના રાજકારણનાં અભ્યાસું વરિષ્ઠ પત્રકાર સુજાતા આનંદન કહે છે, "હું 110 ટકા માનું છે કે કંગનાને ભાજપનું ભારે સમર્થન પ્રાપ્ત છે. જો એવું ન હોત તો એ શક્ય જ નહોતું કે તે ઉદ્ધવ ઠાકરે અંગે આ પ્રકારની વાત કરી શકી હોત."
 
"હું એ પણ માનવું છે કે કંગના આ બધું કરતી વખતે આશ્વત પણ હશે કે તેને રાજ્યસભાની ટિકિટ મળી જાય. કારણે કે એણે જે કંઈ પણ કર્યું છે એ બાદ શિવસેના ભલે તેના પર સીધો હુમલો ન કરે પણ બોલીવુડ અને સરકારી તંત્રના માધ્યમથી તેને ઘરેવાનો પ્રયાસ કરશે."
 
"ઇતિહાસ સાક્ષી છે કે શિવસેનાના બોલીવુડ સાથે બહુ જ ગાઢ સંબંધો છે અને એમની રીત છે કે કોઈને પૂરો કરવો હોય તો એને રાજકીય રીતે, સામિજક રીતે અને આર્થિક રીતે અલગ પાડીને ખતમ કરો. "
 
જોકે, બીએમસીના આ પગલાની ટીકા કૉંગ્રેસના નેતાઓ તરફથી પણ થવા લાગી છે.
 
સંજય નિરુપમે ટ્વીટ કરીને લખ્યું છે, "કંગનાનું કાર્યાલય ગેરકાયદે હતું કે તેને તોડી પાડવાનો પ્રકાર? કેમ કે હાઈકોર્ટે કાર્યવાહીને ખોટી ઠેરવી અને તત્કાલ રોક લગાવી."
 
"સમગ્ર ઍક્શન પ્રતિશોધથી ભરેલું હતું. જોકે, બદલાના રાજકારણની ઉંમર ઘણી ઓછી હોય છે. ક્યાંક એક કાર્યાલયના ચક્કરમાં શિવશેનાનું ડિમોલિશન શરૂ ન થઈ જાય."બૉમ્બે હાઈકોર્ટે કંગના રનૌતના ઘર/ઑફિસ તોડાયાં બાદ બીએમસીની કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો. સોશિયલ મીડિયામાં તેને કંગનાની જીતના રૂપમાં જોવામાં આવે છે.
 
જોકે એ પહેલાં બુધવારે સવારે કંગના તરફથી ઘર તોડવાની તસવીર ટ્વીટ કરાઈ હતી.
 
કંગનાએ ટ્વીટમાં લખ્યું, "મણિકર્ણિકા ફિલ્મ્ઝમાં પહેલી ફિલ્મ અયોધ્યાની ઘોષણા થઈ, આ મારા માટે એક ઇમારત નહીં રામમંદિર છે, આજે ત્યાં બાબર આવ્યો છે, આજે ઇતિહાસ ફરી પોતાને રજૂ કરશે. રામમંદિર ફરી તૂટશે, પણ યાદ રાખ બાબર, આ મંદિર ફરી બનશે, મંદિર ફરી બનશે, જય શ્રીરામ, જય શ્રીરામ, જય શ્રીરામ..."
 
કંગનાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમના ઘરમાં કોઈ પ્રકારનું ગેરકાયદે નિર્માણ નથી કરાયું.
 
તેઓએ ટ્વીટમાં લખ્યું, "મારા ઘરમાં કોઈ ગેરકાયદે નિર્માણ નથી કરાયું. તેમજ સરકારે કોવિડ દરમિયાન 30 સપ્ટેમ્બર સુધી કોઈ પણ પ્રકારની ધ્વસ્ત કરનારી કાર્યવાહી પર રોક લગાવી રાખી હતી. 'બુલીવૂડ' હવે જુઓ કે ફાસીવાદ કંઈક આવો દેખાય છે."
 
બાદમાં કંગના રનૌતના વકીલ રિઝવાન સિદ્દિકીએ બીએમસીની કાર્યવાહી સામે બૉમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
 
ઘણા લોકો બીએમસના આ પગલાને બૉમ્બે હાઈકોર્ટના એ આદેશનું પણ ઉલ્લંઘન માની રહ્યા છે, જે હેઠળ 30 સપ્ટેમ્બર સુધી કોઈ પણ ડિમોલિશન ડ્રાઈવર પર પ્રતિબંધ લગાવ્યો હતો.
 
તો બૉમ્બે હાઈકોર્ટમાં જીત બાદ અને એ પહેલાં પણ સોશિયલ મીડિયામાં કંગનાને સમર્થન મળતું દેખાઈ રહ્યું છે.
 
રેસલર બબિતા ફોગાટે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, "શિયાળનું જ્યારે મૃત્યુ આવે છે ત્યારે એ શહેર તરફ ભાગે છે, આ જ હાલત શિવસેનાની છે."
 
"કંગના રનૌતબહેન ડરવાવાળી નથી. આખો દેશ તેમની સાથે છે, ઑફિસ ફરી બની જશે પરંતુ શિવસેનાની ઓકાતની ખબર પડી ગઈ. બહેન ડરવાનું નથી, આખો દેશ તમારી સાથે છે."
 
કંગનાએ પોતાના ટ્વીટ સાથે જે હેશટેગનો ઉપયોગ કર્યો, એ અત્યારે ટોચ પર છે.
 
રાણી લક્ષ્મીબાઈ અને મારું જીવન એકસમાન : કંગના
 
આ આખા મામલામાં બીએમસી પર આરોપ લાગી રહ્યો છે કે તેણે આ કાર્યવાહી બદલાની ભાવનાથી કરી છે.
 
બીએમસી પર આરોપ લગાવનારાઓનો તર્ક છે કે આ અગાઉ શાહરૂખ ખાનથી લઈને કપિલ શર્મા જેવી હસ્તીઓ સામે પણ બીએમસીએ કાર્યવાહી કરી છે.
 
જોકે 24 કલાકનું ફરમાન જાહેર કરીને આગળના દિવસે તોડફોડનું કામ નહોતું કરાયું, જેવું કંગનાના મામલે કરવામાં આવ્યું છે.
 
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હેમંત દેસાઈ તેને સંપૂર્ણ બદલાની ભાવનાથી પ્રેરિત કાર્યવાહી માને છે.
 
તેઓ કહે છે, "એ તો સ્પષ્ટ છે કે કંગના રનૌત સામે બીએમસીએ જે કાર્યવાહી કરી છે, એમાં બદલાની ભાવના નજર આવે છે, કેમ કે મુંબઈમાં તમામ એવી ઇમારતો છે જ્યાં ગેરકાયદે નિર્માણ કરાયું છે. ત્યાં આ પ્રકારની કાર્યવાહી થતી નથી."
 
સુજાતા આનંદન માને છે કે આ પહેલી વાર નથી થયું કે બીએમસીએ પોતાની બુરાઈ કરનારાઓ સામે આ રીતનો ઉપયોગ કર્યો હોય.
 
તેઓ કહે છે, "આ પહેલી વાર નથી કે બીએમસી કંઈક કરી રહી હોય. અગાઉ જ્યારે આરજે મલિષ્કાએ મુંબઈના ખાડાઓને લઈને ગીત બનાવ્યું હતું ત્યારે પણ બીએમસીએ આ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી."
 
કંગનાએ મુંબઈ પહોંચતાં જ કહ્યું, 'આજે મારું ઘર તૂટ્યું, કાલે ઉદ્ધવ ઠાકરેનો ઘમંડ તૂટશે'
 
પડદા પાછળ કોણ છે?
 
તેઓ કહે છે, "હું જેટલું શિવેસનાને જાણું છું એ પ્રમાણે બીએમસીએ જે કર્યું એ શિવસેનાની સ્વાભાવિક પ્રતિક્રિયા નથી. શિવસેનાની સ્વાભાવિક પ્રતિક્રિયા એ હોય છે કે તેઓ કેટલાંક અસામાજિક તત્ત્વોને મોકલીને કંગનાની ઑફિસ પર તોડફોડ કરાવે."
 
"જોકે બીએમસીએ જે પ્રકારે કંગના સામે કાર્યવાહી કરી છે, એ દર્શાવે છે કે શરદ પવારની આમાં મોટી ભૂમિકા છે, કેમ કે પવાર પોતાના દુશ્મનોને કાયદાના પરિઘમાં રહીને નાથવા માટે જાણીતા છે."
 
"અત્યાર સુધી શિવસેના તરફથી કોઈ પ્રકારની અરાજકતા ફેલાવાઈ નથી, એટલા માટે કે શરદ પવારે તેની મંજૂરી આપી નથી."
 
"અને ઉદ્ધવ ઠાકરે ભલે આ સરકારમાં મુખ્ય મંત્રી હોય, પણ અસલી નેતા શરદ પવાર જ છે. સંજય રાઉત એક સમયે એવું પણ કહી ચૂક્યા છે કે આ સરકારના હેડમાસ્તર પવાર જ છે. આથી જે કંઈ થઈ રહ્યું છે, તેમાં પવારની છાપ નજરે આવે છે."
 
મહારાષ્ટ્રના રાજકારણને નજીકથી સમજતા વરિષ્ઠ પત્રકાર હેમંત દેસાઈ માને છે કે કંગના પણ એક રીતે ઉશ્કેરવાનું કામ કરે છે.
 
તેઓ કહે છે, "કંગનાએ જે રીતે બાબર વગેરે શબ્દોનો ઉપયોગ કર્યો, એ સ્પષ્ટ દર્શાવે છે કે કંગનાએ પણ રાજકીય ભાષાનો ઉપયોગ કર્યો છે."
 
"તે પણ ઉશ્કેરણીજનક ભાષામાં વાત કરે છે. અને એવું લાગે છે કે હજુ શિવસેના કંગના રનૌત સામે કેટલાંક અન્ય આક્રમક પગલાં પણ ભરી શકે છે. પરંતુ એટલું નક્કી છે કે મામલો આગળ વધશે જ."
 
વિશેષજ્ઞો માને છે કે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ, એનપીસી અને શિવસેનાના ગઠબંધનની સરકાર બન્યા બાદ ભાજપ અને શિવસેના વચ્ચે એક રીતે શીતયુદ્ધ ચાલી રહ્યું છે.
 
આ કથિત શીતયુદ્ધમાં બીએમસીએ કંગના રનૌતનું ઘર/ઑફિસ તોડી નાખ્યું છે. આ ઘટના બાદ આ આકરી નિવેદનબાજી હવે આક્રમક કાર્યવાહીઓ સુધી પહોંચી ગઈ છે.
 
એવામાં સવાલ થાય કે આ મામલામાં હવે આગળ શું થશે.
 
સુજાતા આનંદન માને છે કે જો કંગનાએ મહારાષ્ટ્ર સરકાર સામે પોતાના વ્યવહારમાં નરમાશ ન દર્શાવી તો આ બધું આમ જ ચાલુ રહેશે.
 
તેઓ કહે છે, "એ વાતે કોઈ શંકા નથી કે આ જંગ ચાલુ રહેશે. ભાજપ આગામી પાંચ વર્ષ સુધી ઠાકરે પરિવારને પોતાના નિશાના પર રાખશે."
 
"જોકે સવાલ હોય કે આ હાઈ ડૅસિબલ નિવેદનબાજી ક્યાં સુધી ચાલુ રહેશે, તો તેનો જવાબ બે શબ્દોમાં આપી શકાય છે. અને આ બે શબ્દ છે- બિહાર ચૂંટણી