રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020 (16:00 IST)

અમદાવાદમાં કંગનાને સમર્થન આપતાં સંજય રાઉતનું પોસ્ટર સળગાવ્યું

સુશાંત સિંહ રાજપૂતના કેસ બાદ દેશમાં સૌથી વધુ ગરમ મુદ્દો હોય તો તે અભિનેત્રી કંગના રનૌટ અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચેનો છે. હાલમાં મુંબઈમાં કંગનાની ઓફિસ પર બીએમસી દ્વારા થયેલી તોડફોડ મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ તેના પડઘા પડ્યાં છે. કંગના રનૌટના સમર્થનમાં અમદાવાદ નરોડા હરીદર્શન ખાતે ભગવા દળ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. શિવસેનાના નેતા સંજય રાઉતના પોસ્ટરનું દહન કરી સૂત્રોચ્ચાર સાથે મહારાષ્ટ્ર સરકાર સામે વિરોધ કરવામાં આવ્યો હતો.ભગવા દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કંગના રનૌટને સમર્થન આપ્યું હતું. ભગવા દળના રાષ્ટ્રીય પ્રવક્તા દિલીપ પટેલે જણાવ્યું હતું કે હિન્દુ બહેન કંગના રનૌટ ઉપર કરવામાં આવેલ પ્રહારો યોગ્ય નથી અમે તેમના સમર્થનમાં છીએ અને એટલે જ હાલમાં મહારાષ્ટ્ર સરકાર અને સંજય રાઉતનો વિરોધ નોંધાવ્યો છે. ભગવા દળ કંગનાની ઓફીસ પર તોડફોડ અને તેની સામે થયેલા શાબ્દિક પ્રહારને સખત શબ્દોમાં વખોડે છે. બીએમસીના 40થી વધુ કર્મચારીઓએ કંગનાની પાર્લે સ્થિતિ આવેલા પ્રોડક્શન હાઉસમાં તોડફોડ કરી હતી. કંગનાના વકીલનો દાવો છે કે આ કાર્યવાહીમાં બીએમસીના કર્મચારીઓએ ખાલી સ્ટ્રક્ચર જ નથી તોડ્યું પણ કંગનાની ઓફિસની પર્સનલ વસ્તુઓ જેમ કે પેન્ટિંગ, ક્રોકરી અને ફર્નિચર પણ તોડ્યું છે.