ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 10 ઑક્ટોબર 2021 (08:40 IST)

રેખાના દુપટ્ટા વડે કોણે ફાંસી લગાવીને આપ્યો હતો જીવ ? જાણો અભિનેત્રી સાથે જોડાયેલ કેટલાક રોચક કિસ્સા

બોલિવૂડની સુપરસ્ટાર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક રેખા આજે પણ એક રહસ્ય બની રહી છે. 90 ના દાયકામાં જેટલી ચર્ચા રેખાની એક્ટિંગ અને સુંદરતાની થતી હતી  એટલી જ ચર્ચા તેના અફેરની પણ થતી હતી.  આજે રેખાના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેના જીવન સાથે જોડાયેલી કેટલીક નહી સાંભળેલી  વાતો જણાવી રહ્યા છીએ. શું તમે જાણો છો કે લગ્નના 1 વર્ષ બાદ રેખાના પતિ મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી લીધી હતી.
1990 માં રેખાએ ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. મુકેશ અગ્રવાલ રેખાને ખૂબ ચાહતા હતા એવું કહેવામાં આવે છે કે. મુકેશે જે દિવસે રેખાને પ્રપોઝ કર્યુ હતુ  તે દિવસે બંનેયે લગ્ન પણ કરી લીધા હતા. એવું કહેવામાં આવે છે કે લગ્ન બાદ રેખાને ખબર પડી કે મુકેશ ડિપ્રેશનમાં છે  તો તે તેને છોડીને વિદેશ જતી રહી હતી. જ્યારે રેખા વિદેશમાં હતી ત્યારે મુકેશે આત્મહત્યા કરી લીધી હતી. એવું કહેવામાં આવે છે કે મુકેશે રેખાના દુપટ્ટાથી જ ખુદને ફાંસી લગાવી લીધી હતી. જ્યારે આ સમાચાર બહાર આવ્યા ત્યારે રેખાની છબી ખરાબ થઈ ગઈ.  આ ઘટના માટે મુકેશના પરિવારજનો અને ફિલ્મ ઉદ્યોગના લોકોએ રેખાને ઠપકો આપ્યો હતો.
રેખાના ગાર્ડ લખે છે પત્ર - 
 
એવું કહેવામાં આવે છે કે, મુંબઇમાં રેખાનો જે બંગલો છે ત્યા પુરુષોની એન્ટ્રી નથી. એટલુ જ નહી બંગલાના ગાર્ડ પણ કામ હોય તો રેખાને ચિઠ્ઠી લખીને આપે છે, જે રેખા સુધી પહોંચી જાય છે. એવુ કહેવામાં આવે છે કે રેખા એ બંગલામાં પોતાની સેક્રેટરી ફરજાના સાથે રહે છે. જો કે રેખા હંમેશાં દરેક સમાચાર પર મૌન રહે છે. તે ક્યારેય કોઈ સમાચારની ચોખવટ કરતી નથી
 
એક સમયે બી-ટાઉનમાં રેખા અને અમિતાભ બચ્ચનના અફેરની ખૂબ અફવાઓ હતી. એવું કહેવામાં આવે છે કે એક દિવસ જયા બચ્ચને ફોન કરીને રેખાને પોતાના ઘરે બોલાવી અને કહ્યું કે તે અમિતાભ બચ્ચનને ક્યારેય નહીં છોડે. ત્યારબાદ કુલી ફિલ્મ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે અકસ્માત થયો હતો અને જ્યારે રેખા બિગ બીને મળવા પહોંચી ત્યારે તેને મળવા દેવામાં આવી નહી.  એવુ કહેવાય છે કે ત્યારબાદ બંનેનુ અફેર સમાપ્ત થયું.