શુક્રવાર, 11 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ. , મંગળવાર, 9 મે 2023 (07:43 IST)

HBD સાઇ પલ્લવી: અભિનેત્રીએ ઠુકરાવી હતી 2 કરોડની ફેયરનેસ ક્રીમની જાહેરાત, મેકઅપ કરતી નથી

saai laxmi
'દક્ષિણ ભારત'ની પ્રખ્યાત અભિનેત્રી સાઇ પલ્લવીનો આજે જન્મદિવસ છે. તેણે આ નામ પોતાના સારા અભિનય અને સારી વર્તણૂક દ્વારા મેળવ્યું છે. તેનો જન્મ 9 મે 1992 ના રોજ થયો હતો. પલ્લવીએ 'તમિલ', 'મલયાલમ' અને 'તેલુગુ' ફિલ્મોમાં કામ કરીને દર્શકોના દિલ પર રાજ કર્યું. તેણે 'આથિરન', 'ફિદા', 'કાલી', 'પ્રેમમ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી. આજે તમને જણાવીશુ તેમના વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો 
 
બે કરોડની જાહેરાત ઠુકરાવી
સાંઈ પલ્લવી ત્યારે ચર્ચામાં આવી જયારે તેણે 'ફેયરનેસ ક્રીમ' ની એડ માટે બે કરોડની ઓફર ઠુકરાવી હતી. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું હતું કે આ પ્રકારની જાહેરાતથી જે પૈસા આવે છે તેનુ  હું શું કરીશ. હું ઘરે જઈશ એ જ ત્રણ રોટલી અને ભાત ખાઈશ. મારી જરૂરિયાતો વધુ નથી.
 
સાદગી  પ્રથમ પસંદગી
sai pallavi
આજના સમયમાં છોકરીઓને મેકઅપનો શોખ હોય છે. ત્યારે  સાઇ પલ્લવી મેકઅપ કરવાનું ટાળે છે, તેને મેકઅપ કરવાનું બિલકુલ પસંદ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ફિલ્મોના શૂટિંગ દરમિયાન તે મિનિમલ મેકઅપ લે છે અને કેટલીકવાર તે બિલકુલ મેક અપ નથી કરતી. એક મુલાકાતમાં તેણે કહ્યું હતું કે 'પ્રેમામ' ના ડિરેક્ટર આલ્ફોન્સ પુથરેને આ માટે તેને પ્રોત્સાહિત કરી હતી. 
 
વ્યવસાયે ડોક્ટર
પોતાની સુંદરતા અને અદ્દભૂત અભિનયથી લોકોના દિલોમાં રાજ કરનારી વ્યવસાયે ડોક્ટર છે. તેણે જ્યોર્જિયાના તિબ્લિસી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી છે.