સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 11 ઑગસ્ટ 2023 (18:23 IST)

Happy birthday Sridevi- પરિવાર માટે કરોડોની સંપત્તિ છોડી ગઈ આ એક્ટ્રેસ, કમાણી 247 કરોડ

sridevi
Srideviને બોલીવુડની પ્રથમ ફીમેલ સુપરસ્ટાર પણ કહેવામાં આવે છે. શ્રીદેવીએ એ સમયે બોલીવુડમાં પગ મુક્યો હતો જ્યારે વિમેન ઓરિયંટેડ ફિલ્મો એ રીતે બનતી નહોતી. પણ તેમણે નગીના, ચાંદની,  લમ્હે અને ચાલબાજે જેવી ફિલ્મો કરી અને પોતાની અલગ ઓળખ બનાવી. તે બોલીવુડને સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી પણ રહી છે. સુપરસ્ટાર શ્રીદેવીને પેટિંગ અને ડાંસનો ખૂબ શોખ હતો.  રસપ્રદ વાત એ છે કે તે પ્રોફેશનલી ટ્રેડ ડાંસર નહોતી. 
 
શ્રીદેવીનુ ચાંદની નુ ગીત મેરે હાથો મે.. નએ નગીના નુ તૂ મેરા દુશ્મન.. માં તેનો ડાંસ કમાલનો હતો અને લોકો સાથે જ બોલીવુડ ફિલ્મમેકર્સને પણ તેના ડાસિંગ પર ઘેલા બનાવી દીધા હતા. એટલુ જ નહી એવુ કહેવાય છે કે તેના ત્રણ બંગલા પણ છે.

બૉલીવુડ એક્ટ્રેસ શ્રીદેવીનો નિધનથી આખું દેશ શોકમાં આવી ગયું હતું. વર્ષ 2018માં દુબઈમાં બાથટબમાં ફિસલવાથી તેમની મૌત થઈ ગઈ હતી. શ્રીદેવીની ગણતરી તે એક્ટ્રેસમાં થતી હતી જેને શોહરતની સાથે ખૂબ પૈસા પણ કમાણી કરી. રિપોર્ટસ મુજબ શ્રીદેવી તેમના પાછળ 247 કરોડથી પણ વધરેની સંપત્તિ છોડી 
ગઈ.