બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 16 ઑક્ટોબર 2024 (12:43 IST)

Hema Malini Birthday - હેમા માલિની અને પ્રકાશ કૌર, સૌતન જે ક્યારેય ન બની સહેલી, 44 વર્ષ પછી પણ ધર્મેન્દ્રની પત્નીઓ વચ્ચે કોલ્ડ વૉર

hema malini
hema malini
Happy Birthday Hema Malini  - દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ બે લગ્ન કર્યા છે. પહેલી પત્નીનુ નામ પ્રકાશ કૌર છે, જે લાઈમલાઈટથી દૂર રહે છે. તેમણે પોતાના પતિને ક્યારે ડાયવોર્સ આપ્યા નથી. ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની છે. જેણે કથિત રૂપે ધર્મ બદલીને લગ્ન કર્યા હતા. પણ શુ તમે જાણો છો કે હેમા અને પ્રકાશે 44 વર્ષ વીતી ગયા પછી આજ સુધી એકબીજાને જોયા નથી.  ન તો હેમાએ ધર્મેન્દ્રના ઘરમાં પગ મુક્યો. બંને વચ્ચે સાયલંટ વિવાદ છે.  જે વગર બોલે અનેક વર્ષોથી ચાલ્યો આવી રહ્યો છે. 
 
Hema Malini એ એકવાર ખુલાસો કર્યો હતો કે તે ક્યારેય કોઈને પરેશાન કરવા માંગતી નથી. ધર્મેન્દ્રએ તેની સાથે લગ્ન કર્યા પછી જે કંઈ આપ્યું તેનાથી તે ખુશ છે. તેણે એમ પણ કહ્યું કે તે ધરમજીની પહેલી પત્ની પ્રકાશ કૌર વિશે ક્યારેય કંઈ બોલતી નથી, પરંતુ તેનું ઘણું સન્માન કરે છે.
 
ક્યારેય ધર્મેન્દ્રના ઘરે ગઈ નથી હેમા માલિની 
હેમા માલિની આજે પોતાનો 76મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. દમદાર અભિનયની સાથે સાથે તે ક્લાસિકલ ડાંસમાં પણ હોશિયાર છે. તેમણે ફેંસ આજે પણ પ્રેમથી ડ્રીમ ગર્લ કહીને બોલાવે છે. પણ તેમની આ યાત્રા સહેલી નહોતી. હેમાએ જ્યારે ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા ત્યારે તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. ધર્મેન્દ્ર પરિણિત હતા અને તેમના ચાર બાળકો પણ હતા. હેમા ક્યારેય ધર્મેન્દ્રના ઘરે ગઈ નથી અને ન તો તેની પહેલી પત્નીને મળી. તે મુંબઈમાં રહે છે . તેની સાથે તેમની પુત્રીઓ ઈશા અને અહાના પણ છે. 

 
કોઈને પરેશાન કરવા નહોતી માંગતી 
 પત્રકાર-ફિલ્મ નિર્માતા રામ કમલ મુખર્જીએ લખેલી હેમાની બાયોગ્રાફી 'હેમા માલિનીઃ બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ'માં આ વિશે વાત કરવામાં આવી છે. ધર્મેન્દ્રના ઘરે ન જવા પાછળનું કારણ જણાવતાં તેણે કહ્યું હતું કે, 'હું કોઈને પરેશાન કરવા માગતી નહોતી. ધરમજીએ મારા અને મારી દીકરીઓ માટે જે કંઈ કર્યું તેનાથી હું ખુશ છું. તેણે પિતાની ભૂમિકા ભજવી હતી, જેમ કે કોઈ પણ પિતા કરે છે. મને લાગે છે કે હું તેનાથી ખુશ છું. આજે હું એક વર્કિંગ વુમન છું અને મારી ગરિમા જાળવી રાખવામાં સક્ષમ છુ. કારણ કે મે મારુ જીવન કલા અને સંસ્કૃતિને સમર્પિત કર્યુ છે. 

 
સૌતન પ્રકાશ કૌરનુ કરે છે સમ્માન 
અભિનેત્રીએ કહ્યુ હતુ કે તે ધર્મેન્દ્રની પહેલી પત્નીનુ કેટલુ સમ્માન કરે છે. તેણે કહ્યુ હતુ મે ક્યારેય પ્રકાશ વિશે વાત કરી નથી.  પણ હુ તેમનુ ખૂબ સન્માન કરુ છુ. અહી સુધી કે મરી પુત્રીઓ પણ ધરમજીના પરિવારનુ સમ્માન કરે છે. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર અને પ્રકાશના ચાર બાળકો સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા અને અજીતા છે. ધર્મેન્દ્દ્ર અને હેમા ના બે બાળકો ઈશા અને અહાના છે. 
 
પ્રકાશ કૌર અને હેમા ક્યારેક સાર્વજનિક રૂપથી મળ્યા નથી પણ અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે ધર્મેન્દ્રના લગ્ન પ હેલા તેમની મુલાકાત પ્રકાશ સાથે થઈ હતી. હેમાની પુત્રી ઈશા પણ સાવકી માતાને મળી ચુકી છે અને પિતાના ઘરે પણ જઈ ચુકી છે. જ્યારે અભય દેઓલના પિતા અજીતની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યારે પ્રકાશે ઈશાને આશીર્વાદ પણ આપ્યા હતા.