રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 21 મે 2018 (14:49 IST)

હિન્દી કૉમેડી નાટક 'ગોલમાલ –ધ પ્લે' 26 મેના મુંબઈના રંગશારદામાં

ફિલ્મ અને ટીવીમાં પોતાની કલાની પ્રતિભા દર્શાવનાર વિંદૂ દારા સિંહ હવે પહેલીવાર નિર્માતા તરીકે દર્શકો માટે હિન્દી કૉમેડી નાટક 'ગોલમાલ – ધ પ્લે' લઈને વી રહ્યા છે. એના દિગ્દર્શક છે લખબીર લેહરી અને લકી હંસ. એનો શો શનિવાર,તારીખ 26 મે 2018ના મુંબઈના બાન્દ્રા સ્થિત રંગશારદા ઑડિરિયમમાં રાત્રે આઠ વાગ્યે ભજવાશે.બે કલાકના આ નાટકના મુખ્ય કલાકાર છે વિન્દુ દારા સિંહ, ફિલ્મ અભિનેત્રી શીબા, રાજેશ પુરી, પાયલ ગોગા કપૂર, લખબીર લેહરી, સુરલીન કૌર અને આકાશદીપ.
 'ગોલમાલ–ધ પ્લે' નાટક આજની એજ્યુકેશન સિસ્ટમની હકીકતને ઉજાગર કરે છે . આજકાલ લોકો કેવી રીતે તેમના બાળકોના એડમિશન માટે હેરાન-પરેશાન થાય છે અને કેટલી જહેમત ઉઠાવવી પડે છે એ અનોખી રીતે, વ્યંગાત્મક કૉમેડી સ્વરૂપે દર્શાવાયું છે. એમાં મોટા ભાગના કલાકાર ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર છે. એના દિગ્દર્શક લખબીર લેહરી અને લકી હંસ છે. લખબીર લેહરી પંજાબના સુપર હિટ કૉમેડિયન છે અને નાટકમાં અભિનય પણ કરી રહ્યા છે. જ્યારે લકી હંસ ઘણા સમયથી થિયેટર સાથે સંકળાયેલા છે અને જાણીતું નામ છે. નાટકના નિર્માતા વિન્દુ દારા સિંહ છે. વિન્દુ કહે છે કે, ઘણા સમયથી નાટક બનાવવાની ઇચ્છા હતી. આ લોકોને લોટપોટ કરી દે એવું કૉમેડી નાટક છે. અમે પૂરી કોશિશ કરી છે કે તમામ દર્શકોને એમના પૈસાનું પૂરેપૂરૂં વળતર મળે અને તેઓ ખુશ થઈ થિયેટરમાંથી બહાર નીકળે. આજે લોકો હેરાન-પરેશાન છે. જો અમે તેમને બે કલાક હસાવવામાં સફળ રહ્યા તો અમારે એ અમારા માટે એ ઘણો મોટો ઍવોર્ડ ગણાશે.
 'ગોલમાલ – ધ પ્લે' મુંબી બાદ સુરત, પુણે, દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદ, વડોદરા, અમેરિકા, દુબઈમાં શો થશે.આ નાટકને જે.અબ્બાસે પ્રસ્તુત કર્યું છે.નાટક લકી હંસે લખ્યું છે અને ક્રિએટિવ ડિરેક્ટક આકાશદીપ છે.નાટકનો શો 26 મે 2018ના મુંબઈના રંગશારદા ઓડિટોરિયમમાં રાત્રે 8 વાગ્યે યોજાશે.