રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 22 એપ્રિલ 2024 (13:43 IST)

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

amitabh bachchan ashwatthama
amitabh bachchan ashwatthama
 
નાગ અશ્વિનની 'કલ્કિ 2898 એડી' દિગ્ગજ બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનના દમદાર પાત્રને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી લોકો વચ્ચે જોરદાર ચર્ચા ચાલી રહી હતી. મોસ્ટ અવેટેડ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના ઉપરાંત દીપિકા પાદુકોણ અને પ્રભાસ લીડ રોલમાં જોવા મળવાના છે. પણ ફિલ્મમાં બિગ બી નો રોલ સૌથી વધુ ઈમ્પોર્ટેંટ બતાવાય રહ્યો છે. આરસીબી વિરુદ્ધ કેકેઆરના લાઈવ આઈપીએલ મેચ દરમિયાન  'કલ્કિ 2898 એડી'નો નવો પ્રોમો શેયર કરવામાં આવ્યો હતો.  સાથે જ મેકર્સે બિગ બી નુ લુક પણ શેયર કર્યુ છે.  જેમા તે ખૂબ જ જુદા અને નવા પાત્રમાં જોવા મળવાના છે. 
 
અમિતાભ બચ્ચન આ પાત્રમાં મચાવશે ધૂમ 

 
ફિલ્મ 'કલ્કિ 2898 એડી' ના ટીઝર દ્વારા ચોખવટ થઈ ગઈ છે કે આવનારી ફિલ્મમાં અમિતાભ બચ્ચન અશ્વત્થામાનુ પાત્ર ભજવશે. ટીઝર પ્રોમોની શરૂઆત એક બાળકથી થાય છે. જે બિગ બી ને પૂછે છે કે શુ આ સાચુ છે કે તેઓ ક્યારેય મરી શકતા નથી.  પછી અભિનેતા પોતાનુ સંપૂર્ણ લુક બતવતા કહે છે કે દ્વાપર યુગથી દશાવતારની પ્રતીક્ષા કરી રહ્યો છુ. દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા. 
 
અમિતાભ બચ્ચનનુ અશ્વત્થામા લુક છવાયુ 
 
 'કલ્કિ 2898 એડી' ટીઝર પ્રોમોમાં અમિતાભ બચ્ચન ખૂબ હટકે અને નવા અવતારમાં જોવા મળી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં અમિતાભનો આખો ચેહરો કપડાથી ઢંકાયેલો દેખાય છે. પછી અભિનેતાના મોઢા પર લાગેલી માટી અને આંખોનુ તેજ દેખાય છે.  જ્યારબાદ અમિતાભ બચ્ચનનુ અશ્વત્થામા લુક દેખાય છે. આ લુક સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. 
 
ફિલ્મ વિશે 
600 કરોડ રૂપિયાના બજેટ પર બનેલી  'કલ્કિ 2898 એડી'ને અત્યાર સુધી સૌથી મોંઘી ભારતીય ફિલ્મ કહેવામાં આવી રહી છે. નાગ અશ્વિન દ્વારા લેખિત અને નિર્દેશિત આ ફિલ્મ વૈજતાંતી મૂવીજ દ્વારા બની છે. બીજી બાજુ દીપિકા પાદુકોણ અને પ્રભાસ પહેલીવાર સ્ક્રીન શેયર કરતા જોવા મળવાના છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત કમલ હાસન અને દિશા પટાણી પણ જોવા મળવાના છે. ફિલ્મ  'કલ્કિ 2898 એડી' 9 મે 2024ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.