પુણ્યતિથિ વિશેષ : જાણો મોહમ્મદ રફી વિશે 20 રોચક વાતો (રફીના યાદગાર ગીત વીડિયો)

rafi
Last Updated: મંગળવાર, 31 જુલાઈ 2018 (12:29 IST)

અવાજની દુનિયાના બેતાજ બાદશાહ મોહમ્મદ રફીની આજે 33મી પુણ્યતિથિ છે. રફી આજે પણ ઘણા સંગીતપ્રેમીઓના પસંદગીના છે અને તેમનો સુરીલો અવાજ આપણા દિલમાં આજે પણ ગુંજે છે. વાંચો રફી સાથે સંકળાયેલી 20
વાતો

- રફીનો જન્મ પંજાબના કોટલા સુલ્તાન સિંહ ગામમાં 24 ડિસેમ્બર 1924માં થયો.

- એક મધ્યમવર્ગીય મુસલમાન પરિવારમાં જન્મેલા રફી એક ફકીરના ગીતોને સાંભળતા હતા જેનાથી તેમના દિલમાં સંગીત પ્રત્યે એક અતૂટ લગન જન્મી. અવાજની દુનિયાના બેતાજ બાદશાહ મોહમ્મદ રફીને ગાયક બનવાની પ્રેરણા એક ફકીર પાસેથી મળી હતી.

- રફીના મોટા ભાઈ હમીદે મોહમ્મદ રફીના મનમાં સંગીત પ્રત્યે વધતો ઉત્સાહ ઓળખી લીધો હતો અને તેમણે આ રસ્તે આગળ વધવા પ્રેરિત કર્યા.

- લાહોરમા રફી સંગીતની શિક્ષા ઉસ્તાદ અબ્દુલ વાહિદ ખાન પાસેથી લેવા લાગ્યા અને સાથે જ તેમણે ગુલામ અલી ખાન પાસેથી ભારતીય શાસ્ત્રીય સંગીત પણ શીખવુ શરૂ કર્યુ.

- એક વાર હમીદ રફીને લઈને કે. એલ સહેગલ સંગીતના કાર્યક્રમમાં ગયા. પણ લાઈટ ન હોવાથી કે. એલ સહેગલે ગાવાની ના પાડી દીધી. હમીદે કાર્યક્રમના સંચાલકને વિનંતી કરી કે તેઓ તેમના ભઈ રફીને ગાવાની તક આપે. સંચાલકના રાજી થતા રફીએ પહેલીવાર 13 વર્ષની વયમાં પોતાનુ પ્રથમ ગીત સ્ટેજ પર દર્શકો વચ્ચે રજૂ કર્યુ. દર્શકો વચ્ચે બેસેલા સંગીતકાર શ્યામ સુંદરને તેમનુ ગીત સારુ લાગ્યુ અને તેમણે રફીને મુંબઈ આવવા માટે આમંત્રણ આપ્યુ.

- શ્યામ સુંદરના સંગીત નિર્દેશનમાં રફીએ પોતાનુ પ્રથ્મ ગીત સોનિયે ની હીરિયેની પાર્શ્વગાયિકા જીનત બેગમની સાથે એક પંજાબી ફિલ્મ ગુલ બલોચ માટે ગાયુ.

- 1944માં નૌશાદના સંગીત નિર્દેશનમાં તેમણે પોતાના પ્રથમ હિન્દી ગીત 'હિન્દુસ્તાન કે હમ હૈ પહલે આપ" માટે ગાયુ.

- વર્ષ 1949માં નૌશાદના સંગેત નિર્દેશનમાં દુલારી ફિલ્મમાં ગીત સુહાની રાત ઢલ ચુકી.. દ્વારા રફી સફળતાને ઊંચાઈઓ પર પહોચી ગયા અને ત્યારબાદ તેમણે પાછળ વળીને ક્યારેય જોયુ નથી.

- રફી દિલીપ કુમર, દેવાનંદ, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર, શશિ કપૂર, રાજકુમાર જેવ જાણીતા નાયકોના અવાજ તરીકે ઓળખાતા હતા.

- રફીએ પોતાના સિને કેરિયરમાં લગભગ 700 ફિલ્મો માટે 26000થી પણ વધુ ગીત ગાયા

- મોહમ્મદ રફીને તેમના કેરિયરમાં 6 વાર ફિલ્મ ફેયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

- વર્ષ 1965માં રફીને પદમશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા.

- મોહમ્મદ રફી બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના ખૂબ મોટા પ્રશંસક હતા. મોહમ્મદ રફી ફિલ્મ જોવાના શોખીન નહોતા,પણ ક્યારેક ફિલ્મ જોઈ લેતા હતા. એકવાર રફીએ અમિતાભ બચ્ચનની દિવાર ફિલ્મ જોઈ હત્રી. દીવાર જોયા પછી તેઓ અમિતાભના મોટા પ્રશંસક બની ગયા.

- વર્ષ 1980માં પ્રદર્શિત ફિલ્મ નસીબમાં રફીને અમિતાભની સાથે યુગલ ગીત ચલ ચલ મેરે ભાઈ ગાવાની તક મળી. અમિતાભ સાથે આ ગીત ગાયા બાદ રફી ખૂબ જ ખુશ હતા. જ્યારે રફી સાહેબ પોતાના ઘરે પહોંચ્યા તો પોતાના પરિવારને પોતાના ફેવરેટ અભિનેતા અમિતાભ સાથે ગીત ગાવાની વાતને ખુશીપૂર્વક વ્યક્ત કરી હતી.

- અમિતાભ ઉપરાંત રફીને શમ્મી કપૂર અને ધર્મેન્દ્રની ફિલ્મો પણ ખૂબ પસંદ હતી, મોહમ્મદ રફીને અમિતાભ-ધર્મેન્દ્રની ફિલ્મ શોલે ખૂબ જ પસંદ હતી અને તેમણે આ ત્રણ વાર જોઈ હતી.

- પોતાના અવાજના જાદૂથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનારા મહાન પાર્શ્વગાયકે 31 જુલાઈ 1980ના રોજ આ દુનિયાને અલવિદા કરી.

- 30 જુલાઈ 1980ના રોજ 'આસ પાસ' ફિલ્મનુ ગીત 'શામ ક્યૂ ઉદાસ હૈ દોસ્ત' ગીતને પુરૂ કર્યા બાદ જ્યારે રફીએ લક્ષ્મીકાંત પ્યારેલાલને કહ્યુ, શૂડ આઈ લીવ, જેને સાંભળીને લક્ષ્મીકાંત પ્યારેલાલ અચંભિત થઈ ગયા, કારણ કે આ પહેલા રફીએ તેમને ક્યારેય આ રીતે વાત નહોતી કરી. બીજા દિવસે 31 જુલાઈ 1980ન રોજ રફીને હાર્ટ એટેક આવ્યો અને તેઓ આ દુનિયાને છોડી ગયા.

- મોહમ્મદ રફીની અંતિમ યાત્રા દરમિયાન ભારે વરસાદ હતો છતા પણ તેમા લગભગ 10000 લોકો એકત્ર થયા હતા. આ મુંબઈની સૌથી મોટી અંતિમયાત્રામાંથી એક માનવામાં આવે છે.
આ પણ વાંચો :