શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 21 ઑક્ટોબર 2023 (16:44 IST)

ફોનમાં બિઝી કાજોલ ધડામ કરતી પડી, વીડિયો ઇન્ટરનેટ પર થયો વાયરલ

kajol
kajol

દેશભારમાં  નવરાત્રી પર્વની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ માતા દુર્ગાની ભક્તિમાં મગ્ન લાગે છે. બોલિવૂડ સેલેબ્સ પણ મા દુર્ગાની પૂજા કરતા જોવા મળે છે. આ દરમિયાન અભિનેત્રી કાજોલ માતાના આશીર્વાદ લેવા માટે દુર્ગા પૂજા પંડાલમાં પહોંચી હતી, જ્યાં તેની સાથે અકસ્માત થયો હતો. તે પંડાલમાં પડતાં બચી ગઈ હતી. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કાજોલ પંડાલમાં પોતાના ફોનમાં વ્યસ્ત જોવા મળી રહી છે. તે ફોન જોતા જોતા  આગળ વધી રહી છે. બાદમાં, જ્યારે સ્ટેજ પૂરો થાય છે, ત્યારે તે ધડાકા સાથે નીચે પડી જાય છે. તેનો ફોન પણ તેના હાથમાંથી પડી જાય છે. આ દરમિયાન ત્યાં હાજર લોકો પડી રહેલી કાજોલને સંભાળે છે. અભિનેત્રીનો પુત્ર યુગ પણ તેની કાળજી લેતો જોવા મળે છે.
 
કામની વાત કરીએ તો કાજોલ છેલ્લે વેબ સીરિઝ ધ ટ્રાયલમાં જોવા મળી હતી. આ સિરીઝમાં અભિનેત્રી વકીલની ભૂમિકામાં જોવા મળી હતી.