શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (14:08 IST)

કંગનાની ફિલ્મની રિલીઝ ડેટ જાહેર

બોલિવૂડની રાણી ક્વીન કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ તેજસની રિલીઝ ડેટ સામે આવી છે. આ ફિલ્મમાં કંગનાએ પાઈલટની ભૂમિકા ભજવી છે. કંગના રનોતે  મંગળવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મની એક તસવીર શેર કરી છે. તે પાઈલટના ડ્રેસમાં જોવા મળી રહી છે. 
 
કંગના રનૌતની (Kangana Ranaut) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘તેજસ’ (Tejas)ની રિલીઝ ડેટ સામે આવી છે. આ ફિલ્મની રિલીઝની થવાની ફેન્સ કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. ‘તેજસ’ દશેરાના અવસર પર એટલે કે 5 ઓક્ટોબર 2022ના રોજ રિલીઝ થશે. 
 
કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને ફેન્સને આ ખુશખબર આપી છે.
 
આ ફિલ્મનું નિર્દેશન સર્વેશ મેવાડાએ કર્યું હતું
નોંધનીય છે કે ફિલ્મ ‘તેજસ’માં કંગના રનૌત એરફોર્સના પાયલોટ તેજસ ગિલની ભૂમિકામાં છે