સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 8 ડિસેમ્બર 2021 (11:52 IST)

vicky kaushal katrina kaif wedding સંગીત-મેહંદી બાદ કેટરીના કૈફ-વિકી કૌશલ આજે શાહી અંદાજમાં પીઠીની વિધિ કરશે, આ છે વિગતો

બોલિવૂડ કલાકારો વિકી કૌશલ અને કેટરિના કૈફ 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના સિક્સ સેન્સ ફોર્ટ ખાતે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. તેમના લગ્ન 7 ડિસેમ્બરથી શરૂ થઈ ગયા છે. ગઈકાલે રાત્રે, દંપતીએ તેમના સંગીત મહેંદી સમારોહનો સંપૂર્ણ આનંદ માણ્યો હતો અને આજે દંપતીના પ્રી-વેડિંગના બીજા દિવસની શરૂઆત હલ્દી સેરેમની સાથે થશે. હા, કપલના લગ્ન વિશેના લેટેસ્ટ અપડેટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટ-વિકી હલ્દીની વિધિ આજે સવારે 11.30 વાગ્યાથી શરૂ થશે. હલ્દી સમારોહની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
 
ગઈ કાલે (7 ડિસેમ્બર) વિકી તથા કેટની મહેંદી તથા સંગીત સેરેમની યોજાઈ હતી. કેટરીનાના હાથમાં સોજતથી આવેલી મહેંદી મૂકવામાં આવી હતી. વેપારીએ કેટરીના પાસેથી મહેંદીના પૈસા લીધા નહોતા.
એક કલાક સુધી મહેંદી સેરેમની ચાલી
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેટરીના તથા વિકી કૌશલના પરિવારે મહેંદી સેરેમની સેલિબ્રેટ કરી હતી. આ સેરેમની અંદાજે એકથી દોઢ કલાક ચાલી હતી. મહેંદી સેરેમની બાદ સંગીત સેરેમની યોજાઈ હતી. 
 
ખરબૂજા મહેલમાં સંગીત સેરેમની પૂર્ણ થઈ. મહેલને લાઇટથી ડેકોરેટથી પૂર્ણ સજ્જ કરી ખરબૂજા મહેલની નીચે બનેલી લોનમાં સંગીત સેરેમની થ.  લોનને ઓપન થિયેટરની જેમ તૈયાર કરવામાં આવી છે. સેરેમનીમાં પંજાબી તથા રાજસ્થાની ગીત પર પર્ફોમન્સ કરવામાં આવ્યા હતા. વિકી તથા કેટરીનાએ હિંદી, પંજાબી તથા રાજસ્થાની ગીતો પર પર્ફોમન્સ કર્યું હતું. કેટરીના કૈફ-વિકી કૌશલની સંગીત સેરેમનીની કોરિયોગ્રાફી ફરાહ ખાને કરી હતી. કેટરીનાએ સંગીત સેરેમનીમાં પૂર્વ બોયફ્રેન્ડ રણબીર કપૂરના એક પણ સોંગ્સ પ્લે કરવાની ના પાડી દીધી હતી.