ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (14:43 IST)

vicky kaushal katrina kaif wedding- વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નના જશ્નમાં પડયું રંગમાં ભંગ ફરિયાદ થઈ

vicky kaushal and katrina kaif wedding
વિક્કી કૌશલ અને કેટરીના કૈફની વેડિંગ સેરિમનીજ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે રાજસ્થાનના વકીલએ બન્નેની સામે ફરિયાદ કરાવી છે. લગ્ન સવાઈ માધોપુર(રાજસ્થાન)ના સિક્સ સેંસેસ કિલ્લામાં થઈ રહી છે. કિલ્લા સાથે આસપાસ સખ્ત સુરક્ષા વ્યવસ્થા છે. આ કારણે ચોથ માતા મંદિર જવાનો રસ્તા બંદ કરી દીધુ છે. ફરિયાદમાં કહ્યુ છે કે મંદિરનો રસ્તા બંદ હોવાના કારણે ઘણા શ્રદ્ધાળુ પરેશાન થશે. ફરિયાદ કરનાર એડવેકેટએ રસ્તા ખોલવાની માંગણી કરી છે. 
 
6 થી 12 તારીખ સુધી બંદ રહેશે રસ્તા 
વિક્કી કૌશલ અને કેટરીના કૈફની રાજ્સ્થાનમાં ડેસ્ટીનેશન વેડિંગ છે. તેના કારણે લોકલ પ્રશાસન પૂર્ણ રૂપે અલર્ટ છે. તેમજ વેન્યુની આસપાસ કટરીના વિક્કીએ પર્સનલ સિક્યોરિટી ગાર્ડસ પણ રાખ્યા છે. સોમવારે કેટરીના અને વિક્કી તેમના પરિવારના ખાસ લોકોની સાથે સિક્સ સેંસેસ ફોર્ટ પહોંચી ગયા છે. આ વચ્ચે ચોથ માતાના મંદિરનો રસ્તો 6 થી 12 ડિસેમ્બર સુધી બંધ કરી નાખ્યા છે. 
 
ડેક્કન ક્રોનિકલ્સના અહેવાલ અનુસાર, આનાથી નારાજ એડવોકેટ નેત્રબિંદુ સિંહ જાદૌને કેટરીના કૈફ, વિકી કૌશલ, સિક્સ સેન્સ ફોર્ટ બરવારાના મેનેજર, વેડિંગ વેન્યુ અને જિલ્લા કલેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.