શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 13 ફેબ્રુઆરી 2021 (22:42 IST)

કોંગ્રેસીઓએ પ્રદર્શન કરી કંગનાની ફિલ્મ ધાકડનુ શૂટિંગ રોકાવ્યુ, પોલીસે કંગનાની સુરક્ષા વધારી

મઘ્યપ્રદેશમા થઈ રહ્યુ છે શૂટિંગ

. બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત હાલ મઘ્યપ્રદેશમાં ફિલ્મ ધાકડનુ શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં એક કોંગ્રેસ નેતાએ ધમકી આપી કે તે મઘ્યપ્રદેશમાં આ ફિલ્મનુ શૂટિંગ નહી થવા દે. કંગનાનો આ વિરોધ એ માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે કંગનાએ કહ્યુ હતુ કે ખેડૂત આંદોલનમાં સામેલ બધા લોકો ખેડૂત નથી. કંગનાએ એક વીડિયો પણ શેયર કર્યો જેમા તેનુ શૂટિંગ લોકેશનની પાસે કેટલાક લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે  તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યુ કે કેવી રીતે તેના કામમાં અડચણ આવી રહી છે. કારણ કે પોલીસે તેમની સુરક્ષા વધારી છે. 

 
કાર બદલીને શૂટિંગ લોકેશન પર જવુ પડ્યુ. કંગનાએ ટ્વીટ કર્યુ કે કોંગ્રેસ વર્કર 12 ફેબ્રુઆરીના રોજ લોકેશનની બહાર નારેબાજી કરવા લાગ્યા. ત્યારબાદ પોલીસે તેમને વિખેર્યા. કોંગ્રેસીઓના વિરોધને કારણે મને મારી કાર બદલીને બીજી ગાડીથી લાંબો રસ્તો કાપીને ઘરે પરત ફર્યા. ખેડૂતોના સમર્થનમાં વિરોધ કરી રહેલ કોંગ્રેસના ધારાસભ્ય કહી રહ્યા છે કે તેઓ ખેડૂતોના પક્ષમાં મારો વિરોધ કરી રહ્યા છે.  હુ પુછુ છુ કે કયા ખેડૂતોએ તેમને પાવર ઓફ અટૉર્ની આપી છે ? કંગનાના આ ટ્વીટને લઈને પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારની કોમેંટ આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કંગના રનૌતે ખેડૂતોનો સાર્વજનિક વિરોધ કર્યો હતો