શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (16:27 IST)

કંગના રનૌતના અનેક ટ્વીટ્સને ટ્વિટરે હટાવ્યા, જણાવ્યુ એક્ટ્રેસ પર કેમ લીધી મોટી એક્શન

એક્ટ્રેસ કંગના રનૌતે અનેક ટ્વીટ્સ પર ટ્વિટરે એક્શન લીધા છે અને તેમને પોતાના પ્લેટફોર્મ પરથી હ્ટાવી દીધા છે. કંગના રનૌત વિરુદ્ધ એક્શન લેવા પર ટ્વિટર તરફથી નિવેદન રજુ કરવામાં આવ્યુ છે. ટ્વિટરના પ્રવક્તાએ કંગના વિરુદ્ધ એક્શન પર કહ્યુ છે, અમે એ ટ્વીટ્સ વિરુદ્ધ એક્શન લીધી છે જે અમારી નીતિઓનુ ઉલ્લંઘન કરે છે. હાલ ટ્વિટર પરથી જે ટ્વિટસ હટાવ્યા છે તેના સ્થાન પર લખ્યુ છે આ ટ્વીટ હવે ઉપલબ્ધ નથી.  કારણ કે આ ટ્વિટરના નિયમોનુ ઉલ્લંઘન કરતુ હતુ. 
 
કંગના રનૌતે અમેરિકી પૉપ સિંગર રિહાના વિરુદ્ધ તમામ ટ્વીટ્સ કર્યા હતા. આ ઉપરાંત ખેડૂત આંદોલનને લઈને પણ તેમની તરફથી નિવેદન કરવામાં આવ્યા હતા. તેમાથી કેટલાક ટ્વીટસ પર ટ્વિટરે આપત્તિ બતાવી છે અને તેમને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવ્યા છે.  આ પહેલા પણ કંગના રનૌતે ટ્વિટર એકાઉંટ પર એક્શન લીધી હતી. જેના જવાબમાં કંગના રનૌતે કહ્યુ હતુ કે તે પાછળ નહી હટે અને પોતાની ફિલ્મો દ્વારા નવા રાષ્ટ્રવાદી વર્ઝનમાં જોવા મળશે.  ખેડૂત આંદોલનથી લઈને સુશાંત સિંહ રાજપૂતની મોત સુધીના મામલે કંગના રનૌત પ્રમુખતાથી વાત મુકતા ચર્ચામાં આવી રહી છે.