1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (08:34 IST)

"થલાઈવી" માટે કંગના રનૌતએ વધાર્યુ હતું 20 કિલો વજન હવે આ રીતે ઓછું કરશે

Kangana Ranaut Live Updates
બોલિવૂડ એક્ટ્રેસ કંગના  રનૌત આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'થલાઈવી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે તમિલનાડુની ભૂતપૂર્વ સી એમ  જયલલિતાની ભૂમિકા નિભાવી રહી છે. આ રોલમાં કાસ્ટ કરવા માટે અભિનેત્રીએ 20 કિલો વજન વધાર્યું હતું. આવી સ્થિતિમાં તે હવે પોતાનું વધતું વજન ઓછું કરી રહી છે.
કંગના રાનાઉત વજન ઘટાડવા માટે સખત મહેનત કરી રહી છે. કંગનાએ તેની વર્કઆઉટની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટામાં તે યોગ પોઝ કરી રહી છે.