1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (15:11 IST)

Birthday Photos: કરીના કપૂર ખાને પરિવાર સાથે ઉજવ્યો 40મો જન્મદિવસ, અહી જુઓ મોડીરાત્રે થયેલ ખાસ સેલિબ્રેશનની તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને આજે પોતનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. મોડી રાત્રે આ સેલિબ્રેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે જે  ખૂબ વાયરલ થઈ રહી છે. 
કરીના કપૂર ખાને આખા પરિવારની સાથે પોતાના ઘરે બર્થડે ઉજવ્યો. આ દરમિયાન તેમની બહેન કરિશ્મા, મમ્મી બબીતા કપૂર, પિતા રણધીર કપૂર અને સૈફના ઘરે પહોચ્યા હતા. 
 
તસ્વીરોમાં તમે જોઈ શકો છો કેક પર તેને માટે બેબોની ડમી બનાવાઈ હતી. 
પોતાના કેક સાથે પોઝ આપતી કરીના કપૂર 
ઉલ્લેખનીય છે કે કરીના ટૂંક સમયમાં પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે. 
 
આ સેલિબ્રેશની તસ્વીરો કરિશ્મા કપૂરે પોતાના ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર શેયર કરી છે. 
સાથે જ કરિશ્મા કપૂરે બેબોને સોશિયલ મીડિયા યા દ્વારા પણ બર્થડેની શુભેચ્છા આપી છે. 
 
બધા ફોટા સોશિયલ મીડિયા દ્વારા લેવામાં આવ્યા છે.