બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 16 માર્ચ 2015 (10:42 IST)

બોલી કેટરીના, સલમાન મારી જીંદગીનો મહત્વપુર્ણ ભાગ

કેટરીના કેફ અને સલમાન ખાન વચ્ચે ભલે બ્રેકઅપ થઈ ગયો હોય પણ કેટરીના હજુ પણ સલમાનને પોતાની જીંદગીનો મહત્વપુર્ણ ભાગ માને છે. કેટરીનાનું કહેવુ છે કે જો સલમાન ન હોત તો તેઓ બોલીવુડમાં આટલી ઊંચાઈઓ સુધી પહોંચી ન શકી હોત. 
સલમાનથી જુદા થયા પછી કેટરીનાની લાઈફમાં રણબીર કપૂરની એટ્રી થઈ. કહેવાય રહ્યુ છે કે ભવિષ્યમાં તેઓ લગ્ન કરવાના છે અને હાલ લિવ ઈન રિલેશનશિપમાં છે. પણ આજે પણ કેટરીના સલમાનનો અહેસાન માને છે. 
 
કેટરીના મુજબ દુનિયામાં સલમાન જેવા વધુ લોકો નથી હોતા. તેઓ એક સારા વ્યક્તિ છે. સલમાન ઉપરાંત તેમના પરિવારના દરેક વ્યક્તિ મને પ્રેમ કરે છે.  
 
હાલ કેટરીના પોતાના અને રણબીરના સંબંધો વિશે કોઈ વાત કરવા નથી માંગતી. તેના મુજબ મીડિયામાં સાથે આ વાતો કરવાનો કોઈ મતલબ નથી.