બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 30 નવેમ્બર 2021 (17:34 IST)

KBC માં આ કારણે ભાવુક થયા બિગ બી

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)દ્વાર હોસ્ટ કરવામાં આવેલ શો કૌન બનેગા કરોડપતિ  (Kaun Banega Crorepati) यानी 'केबीसी' (KBC) વર્ષોથી દર્શકોના દિલમાં પોતાનુ સ્થાન બનાવેલ છે. આ શો ના ટૂંક સમયમાં જ 1000 એપિસોડ પૂરા થવ્વાના છે. આ કેબીસીની 13મી સીઝન ચાલી રહી છે. 
 
આ હજારમાં એપિસોડમાં અમિતાભની પુત્રી શ્વેતા બચ્ચન (Shweta Bachchan)અને નાતિન નવ્યા નવેલી (Navya Naveli Nanda) સ્પેશલ ગેસ્ટના રૂપમાં પહોંચી  રહી છે.  આ સ્પેશિયલ એપિસોડના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન પોતે ભાવુક થઈ ગયા. 21 વર્ષની આ જર્નીને યાદ કરીને તેમની આંખોમાં આંસુ આવી ગયા. મેકર્સે 1000મા એપિસોડનો પ્રોમો રીલિઝ કર્યો છે.
 
 
પ્રોમોમાં જોઈ શકાય છે કે, શ્વેતા નંદા અમિતાભ બચ્ચનને કહે છે કે, પાપા, 1000 એપિસોડ પૂરા કરીને તમને કેવું લાગે છે? અમિતાભ બચ્ચન કહે છે કે, લાગી રહ્યું છે કે જાણે આખી દુનિયા બદલાઈ ગઈ. અમિતાભ આટલું કહે છે પછી પ્રોમોમાં ફ્લેશબેક બતાવવામાં આવે છે. ફ્લેશબેકમાં અત્યાર સુધીના એપિસોડની થોડી થોડી ઝલક બતાવવામાં આવે છે. મંચની યાદગાર પળોને દર્શાવવામાં આવે છે.