સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 10 નવેમ્બર 2021 (17:12 IST)

KBC 13: કેબીસીના સેટ પર 4 કલાક મોડા પહોચ્યા Kapil Sharma, Amitabh Bachchan એ લઈ લીધી ક્લાસ

Kapil Sharma And Sonu Sood In KBC 13: અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિના શાનદાર શુક્રવારે નવા એપિસોડમા કોમેડીનો શાનદાર શુક્રવાર જોવા મળશે. કારણ કે આ સ્પેશલ એપિસોડમાં મહાનાયકની સામે કોમેડીના કિંગ કપિલ શર્મા અને અભિનેતા સોનૂ સુદ જોવા મળશે. કપિલ શર્મા આ એપિસોડમા પોતાના જોરદાર સેંસ ઓફ હ્યુમરથી સૌને ખૂબ હસાવશે. આ દરમિયાન પોતાની મોડા આવવાની ટેવ માટે જાણીતા કપિલ શર્માની અમિતાભ બચ્ચન મજા લેશે. કપિલ શોના સેટ પર નક્કી સમય કરતા ચાર કલાક મોડા પહોંચ્યા હતા. 
 
અમિતાભે કપિલ શર્માની લીધી ક્લાસ 
 
કપિલ શર્મા અને સોનૂ સૂદ સ્પેશલ શાનદાર શુક્રવારના આ એપિસોડનો પ્રોમો સામે આવ્ય છે. જેમા કપિલ શર્મા કોમેડીની સાથે સાથે પોતાનો અવાજનો જાદુ પણ વિખેરશે. કપિલે શો માં રિમઝિમ ગિરે સાવન ગીત પણ ગાયુ. ત્યારબાદ કપિલ અને સોનૂ હોટ સીટ પર બેસેલા જોવા મળે છે. ત્યારે અમિતાભ તેમની મજાક કરતા કહે છે કે આજે તમે બિલકુલ ટાઈમ પર આવ્યા છો. તમારે મને મળવાનુ હતુ બાર વાગે અને તમે બરાબર સાઢા ચાર વાગે અહી આવ્યા છો. જેના પર કપિલ હસવા માંડે છે. 
 
 
શો મા કોમેડી અને મસ્તી મજાક જોવા મળશે 
 
ત્યારબાદ સોનૂ સુદ અને કપિલ શર્મા શોલે ફિલ્મનો સીન રિક્રિએટ કરે છે. કપિલ શર્મા અભિનેતા શત્રુધ્ન સિન્હાની સ્ટાઈલમાં વસંતી બને છે અને સોનૂ સુદ અમિતાભની સ્ટાઈલમાં પુછે છે તુમ્હારા નામ ક્યા હૈ બસંતી, જેના પર તેઓ ફટાક બોલે છે બસંતી હોગી તુમ્હારી ભૌજી.. આ સાંભળીને બધા લોકો તાળીઓ પાડે છે. ત્યારબાદ કપિલ અમિતાભની પણ નકલ કરતા જોવા મળે છે.