શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 11 ઑગસ્ટ 2021 (08:04 IST)

The Kapil Sharma Show : કપિલ શર્માએ ફેંસ માટે બતાવી નવા શો ની પહેલી ઝલક

લોકપ્રિય કોમેડી શો ધ કપિલ શર્મા શો દર્શકોએ મનોરંજન કરવા માટે તૈયાર છે. લાંબા સમયથી દર્શકો આ નવી સીઝનની રાહ જોઈ રહ્યા છે અને હવે છેવટે કપિલ પોતાની ટીમ સાથે દર્શકોનુ મનોરંજનને જોરદાર ડોઝ આપવા આવી રહ્યા છે. આ દરમિયાન કોમેડિયન કપિલે પોતાના નવા સેટની કેટલીક તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પરથી શેયર કરી છે. ઉલ્લેખનીય છે કે ધ કપિલ શર્મા શો નુ પ્રીમિયર સોની ટીવી પર 21 ઓગસ્ટના રોજ આવશે. 
 
કપિલ શર્માનો નવો સેટ બોલીવુડ કલાકારોને પણ ગમ્યો 
 
પોતાનો નવો સેટ બતાવતા કપિલ શર્માએ પોતાના ફેંસને પુછ્યુ કે નવો સેટ કેવો લાગ્યો ?  કપિલના અ પ્રશ્નના જવાબ ફેંસે પોતાના અંદાજમાં નવા સેટના વખાણ કર્યા. ફેંસ ઉપરાંત  ટીવી અને બોલિવુડના વિશેષ કલાકારોએ પણ કપિલના સેટને પસંદ કરીને તેના પર કમેંટ્સ કરી છે. કપિલની પોસ્ટ પર, ટીવી અભિનેત્રી અને અભિષેક કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહ, ગાયક અદનાન સામી, હિમાંશુ સોની, ગાયક મીકા સિંહ વગેરેએ તેને અભિનંદન આપ્યા છે અને તેના નવા સેટની પ્રશંસા કરી છે.
 
આ વખતનો સેટ ખૂબ ખાસ છે 
 
તમને બતાવી દઈએ કે આ વખતે શો માં  કેટલાક નવા કલાકારોનો પણ પ્રવેશ થયો છે.  આ ઉપરાંત શોના ફોર્મેટમાં ઘણો ફેરફાર થયો હોય તેવું લાગે છે. કપિલે શેર કરેલા આ ફોટામાં તમે જોઈ શકો છો કે આ વખતે સેટ ગયા વર્ષની સરખામણીમાં ખૂબ જુદો દેખાય રહ્યો છે. 
 
એટીએમ અને જનરલ સ્ટોર પણ 
 
આ સેટમાં ઘણી વસ્તુઓ છે જે ખૂબ જ ખાસ અને મનોરંજક લાગી રહી છે. ઉદાહરણ તરીકે સેટના ખૂણામાં  એટીએમ, 10-સ્ટારવાળી હોટલ,  જનરલ સ્ટોર વગેરે દેખાય રહ્યા છે. તેમને જોતા, એવું લાગે છે કે આ ખૂબ જ ખાસ રહેવાનો છે. 
 
શો માં પહેલા મહેમાન તરીકે આવશે અક્ષય કુમાર 
 
સેટનો ફોટો શેર કરતા પહેલા કપિલે અભિનેતા અક્ષય કુમાર સાથે ફોટો શેર કર્યો હતો. જેમાં અક્ષય કપિલના પગે પડી રહ્યો છે. આ ફોટો શેર કરતા કપિલ શર્માએ લખ્યું, 'જાણીતા અભિનેતા શ્રી અક્ષય કુમાર તેમની આગામી ફિલ્મ બેલબોટમ માટે આશીર્વાદ લેતા. ઉલ્લેખનીય છે કે ખેલાડી કુમાર અક્ષય ધ કપિલ શર્મા શોના પ્રથમ મહેમાન બનશે જે પહેલા એપિસોડમાં જોવા મળશે. તેઓ તેમની આગામી ફિલ્મ બેલબોટમને પ્રમોટ કરશે. અક્કીએ પણ ટ્વીટ દ્વારા આ સમાચારને કન્ફર્મ કર્યા છે. 

(Photo - Kapil Sharma Instagram)