શુક્રવાર, 24 માર્ચ 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified બુધવાર, 8 ફેબ્રુઆરી 2023 (00:17 IST)

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું થયુ પરમેનન્ટ બુકિંગ, જુઓ રોયલ વેડિંગનો પહેલો Photo

kiyara siddharth
બોલીવુડ અભિનેત્રીઓ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા આજે 7 ફેબ્રુઆરી 2023 ના રોજ સાત જન્મો માટે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે, જેમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. તસ્વીરોમાં, કિયારા અડવાણી ગુલાબી લહેંગામાં જોવા મળી રહી છે, જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ ગોલ્ડન શેરવાની પહેરી છે જે તેને ખૂબ જ સૂટ કરે છે. તસવીરોમાં બંનેની જોડી શાનદાર લાગી રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની આ તસવીરો જોઈને ચાહકો તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

 
કિયારા અડવાણીએ પોતાની લગ્નની તસવીરો શેર કરતાં  લખ્યું, 'હવે અમારું પરમેનન્ટ બુકિંગ થઈ ગયું છે... અમે અમારી આગળની સફર માટે તમારા આશીર્વાદ અને પ્રેમની ઈચ્છા રાખીએ છીએ.'
 
લગ્ન માટે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 5 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં પહોંચ્યા હતા, જ્યાં બંનેએ 6 ફેબ્રુઆરીએ હલ્દી, મહેંદી સેરેમની અને સંગીત નાઈટ કરી હતી. જેમાં બંનેએ તેમના મિત્રો અને પરિવારના સભ્યો સાથે ખૂબ જ મસ્તી કરી હતી. કિયારાના લગ્નની તસવીરોની વાત કરીએ તો પ્રથમ તસવીરમાં બંને હાથ જોડતા હસતા જોવા મળે છે. બીજી તસવીરમાં, કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાનો હાથ પકડીને એકબીજાને જોઈને હસતી જોવા મળે છે, જ્યારે ત્રીજી તસવીરમાં Sidharth Malhotra  તેની પત્ની કિયારા અડવાણીના ગાલ પર કિસ કરતો જોવા મળે છે.

 
કિયારા અડવાણીએ ગુલાબી લહેંગા સાથે હેવી ડાયમંડ નેકલેસ પહેર્યો છે જે તેની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેની શેરવાની સાથે મેચિંગ પાઘડી પહેરી હતી. બંનેના આ શાહી લગ્નમાં પેસ્ટર કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Sidharth Malhotra-Kiara Advaniના લગ્નમાં સલમાન ખાન, કરણ જોહર, શાહિદ કપૂર, જુહી ચાવલા અને વરુણ ધવન જેવી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.