શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (17:59 IST)

લવરાત્રિ દ્વારા બોલીવુડમા એંટ્રી કરનારી વારિના હુસેન વિશે આટલુ જરૂર જાણો

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને પોતાની આવનારી ફિલ્મ લવરાત્રિ માટે એક નવી અભિનેત્રી લોંચ કરી રહ્યા છે.  સલમાને જ્યરે પોતાના ટ્વિટર હેંડલ પર લખ્યુ કે મને છોકરી મળી ગઈ. ત્યારે તમમ લોકોને લાગ્યુ કે સલમાન ખાન કંઈ છોકરીની વાત કરી રહ્યા છે.  શુ તેમને લગ્ન માટે છોકરી મળી ગઈ છે. કે પછી કોઈ અભિનેત્રી માટે આવુ બોલી રહ્યા છે.  જો કે પછી તેમણે ખુલાસો કર્યો કે તેઓ શુ કહેવા માંગે છે.  સલમાને પોતાના ટ્વીટમાં એક સુંદર યુવતીની ફોટો શેયર કરી અને કેપ્શનમાં લખ્યુ -ચિંતા કરવાની વાત નથી. આયુષ શર્માની ફિલ્મ લવરાત્રિ માટે અભિનેત્રી મળી ગઈ છે વારિના. તો ડોંટ વરી બી હેપી.. 
 
જો તમે વિચારી રહ્યા છો કે વરિનાનુ આ બોલીવુડમાં ડેબ્યુ છે તો ઠીક છે પણ એવુ નથી કે તે પડદા પર પહેલીવાર આવી રહી છે. 
આ પહેલા તે ડેયરી મિલ્ક સિલ્કના ટીવી કમર્શિયલમાં જોવા મળી ચુકી છે. 
 
વરિનાના ફેસબુક પેજ પર મળતી માહિતી મુજબ વારિનાના પિતા ઈરાની છે અને મા અફગાની છે. 
 
તે પોતાના માતા પિતાની એકમાત્ર સંતાન છે અને તેણે પોતાનુ કેરિયર 2013માં મોડેલિંગથી શરૂ કર્યુ હતુ.