શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. લતા મંગેશકર
Written By
Last Updated : રવિવાર, 6 ફેબ્રુઆરી 2022 (20:03 IST)

Lata Mangeshkar- દેશની પ્રખ્યાત ગાયિકા અને સ્વરા કોકિલા તરીકે જાણીતી લતા મંગેશકરનું નિધન, વર્ષ 1951 માં તેમણે સૌથી વધું 225 ગીતો ગાયા છે.

- હિન્દી ફિલ્મ આપકી સેવામે(1947 ) લતાએ પહેલી વખત ગાયું હતું.
- લતાએ અંગ્રેજી, અસમિયા, બાંગ્લા, બ્રજભાષા, ડોગરી, ભોજપુરી, કોંકણી, કન્નડ, મગધ, મૈથિલી, મણિપુરી, મલયાલમ, સિંધી, તમિલ, તેલુગૂ, ઉર્દૂ, મરાઠિ, નેપાળી, ઉડિયા, 
 
પંજાબી, સંસ્કૃત, સિંહલી વગેરે ભાષાઓમાં ગીત ગાયા છે.
 
- તે મરાઠી ભાષી છે, પરંતુ તે હિન્દી, બાંગ્લા, તમિલ, સંસ્કૃત, ગુજરાતી અને પંજાબી ભાષાઓમાં પણ બોલે છે.
- ગાયિકા, અભિનેત્રી હોવાની સાથે સાથે લતાએ ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે. ખાસ કરીને મરાઠી ફિલ્મોમાં તેમણે આન્દઘન નામથી સંગીત આપ્યુ છે.
- તેમણે લેકિન, બાદલ અને કાંચનજંગા જેવી ફિલ્મો પણ બનાવી છે.
- વર્ષ 1951 માં તેમણે સૌથી વધું 225 ગીતો ગાયા છે.
- પુરૂષ ગાયકોમાં મોહમ્મદ રફી સાથે લતાએ સૌથી વધું 400 યુગલ ગીતો ગાયા છે. જ્યારે કે 327 કિશોર સાથે. મહિલા યુગલમાં તેમણે સૌથી વધું આશા ભોસલે સાથે ગાયા 
 
છે.
- ગીતકારોમાં આનંદબક્ષી દ્વારા લખાયેલ 700 કરતાં પણ વધારે ગીતો લતાએ ગાયા છે.