સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 14 ઑગસ્ટ 2018 (15:25 IST)

દીપિકા-રણબીરના લગ્નની તારીખ થઈ જાહેર, આ દિવસે કરશે લગ્ન... વેન્યુ તો જાણે સ્વર્ગ જેવુ..

લાંબા સમયથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નના સમાચાર આવી રહ્યા છે. જો કે અત્યાર સુધી આ બંને સ્ટાર્સ તરફથી કોઈ નિવેદન આવ્યુ નહોતુ.  પણ તાજેતરમાં દીપિકા અને રણવીરે પોતાના લગ્નની ડેટ કંફર્મ કરી છે. સાથે જ ગેસ્ટ લિસ્ટ પણ સામે આવી છે. 
 
ટૂંક સમય પહેલા જ જાણવા મળ્યુ હતુ કે દીપ-વીરે શ્રીલંકામાં વેકેશન દરમિયાન પોતાની ફેમિલા વચ્ચે સગાઈ કરી લીધી હતી. ત્યારબાદ જાણવા મળ્યુકે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જેમ દીપિકા-રણવીર પણ ઈટલીના લેક કોમોમાં લગ્ન કરશે. 
 
હવે ફિલ્મફેયરની રિપોર્ટ મુજબ દીપિકા-રણવીરે પોતાના લગ્નની તારીખ 20 નવેમ્બરના રોજ ફિક્સ કરી છે. આ માહિતી દીપિકા અને રણવીરના સૂત્રો તરફથી મળી છે.  ગેસ્ટ લિસ્ટને લઈને કહેવામાં આવ્યુ છે કે રણવીર અને દીપિકા માટે આ ખૂબ ખાસ ક્ષણ હશે. તેથી લગ્નમાં તેમના નિકટના મિત્ર અને સંબંધીઓ જ સામેલ હશે. 
 
લગ્નમાં લગભગ 30 લોકોના સામેલ થવાની આશા છે. બંનેયે મળીને આ નિર્ણય લીધો છે.  ઈટલીની વાત કરવામાં આવે તો લગ્ન માટે આ બન્નેનું ફેવરેટ ડેસ્ટીનેશન છે. લગ્ન પછી ભારતમાં બે રિસેપ્શન આપવામાં આવશે.  એક મુંબઈમાં, અને બીજુ દીપિકાના હોમટાઉન બેંગલુરૂમાં આપવામાં આવશે. 
 
ઉલ્લેખનીય છે કે સાહેબ બીવી અને ગેંગસ્ટરના અભિનેતા કબીર બેદીએ ગઈકાલે એટલે કે 13 ઓગસ્ટના રોજ રણવીર અને દીપિકાના લગ્નની ડેટ ફિક્સ થતા શુભેચ્છા આપી. તેમણે લખ્યુ  'Great couple! Great locale in Italy! Great event!