મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 5 જુલાઈ 2024 (11:47 IST)

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

પ્રભાસ અમિતાભ બચ્ચન દીપિકા પાદુકોણ કમલ હસન સ્ટારર કલ્કિ 2898 AD' થોડા દિવસ પહેલા રજુ થઈ હતી/ આ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે.. હવે સીરિયલ મહાભારતમાં ભીષ્મનુ પાત્ર ભજવનારા મુકેશ ખન્નાએ આ ફિલ્મનો રિવ્યુ શેયર કર્યો છે.  તેમણે જણાવ્યુ કે ભલે તેમને આ ફિલ્મ પસંદ પડી હોય પણ તેમા અનેક કમીઓ છે. 
 
27 જૂનના રોજ રજુ થયેલી નાગ અશ્વિનની કલ્કિ 2898 AD’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હસન જેવા દિગ્ગજ કલાકારો જોવા મળી રહ્યા છે.  આ ફિલ્મ દર્શકોને ખૂબ ગમી રહી છે. હવે બીઆર ચોપડાની મહાભારતમાં ભીષ્મ પિતાનુ પાત્ર ભજવનારા મુકેશ ખન્નાએ આ ફિલ્મ પર રિએક્શન આપ્યુ છે. તેમણે ફિલ્મ જોઈ અને તેનો રિવ્યુ પોતાના યુટ્યુબ ચેનલ પર શેયર કરી છે. તેમને કહ્યુ કે તેમણે ફિલ્મ ગમી, પણ આ સાથે જ તેમણે આ ફિલ્મની કેટલીક ઉણપો પણ બતાવી. 
 
મુકેશ ખન્ના મુજબ આ ફિલ્મમાં કેટલાક તથ્યોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.. જે તેમને યોગ્ય ન લાગ્યુ. તેમણે ફિલ્મની કેટલીક એવી વાતો બતાવી જે તેમને ગમી નહી. મુકેશ ખન્નાએ કહ્યુ ફિલ્મમાં કેટલીકે એવી વસ્તુ બતાવી જે અસલમાં ક્યારેય થઈ જ નથી. 
 
મુકેશ ખન્નાએ શુ કહ્યુ ?
 
મુકેશ ખન્નાએ કહ્યું, "એવું બતાવવામાં આવ્યું છે કે કૃષ્ણ અશ્વત્થામાને તેની 'મણિ' કાઢીને શ્રાપ આપે છે, પરંતુ વાસ્તવમાં આવું ક્યારેય બન્યું નથી. હું નિર્માતાઓને પૂછવા માંગુ છું કે તમે વ્યાસ મુનિથી વધુ કેવી રીતે વિચારી શકો છો. અશ્વત્થામાની 'મણિ' દૂર કરનાર કૃષ્ણ ન હતા. હું તમને કહી શકું છું કે તે દ્રૌપદી હતી જેણે કહ્યું હતું કે તેની 'મણિ' દૂર કરવી જોઈએ. પોતાની વાત પૂરી કરતાં તેમણે કહ્યું કે અર્જુન અને અશ્વત્થામા વચ્ચે ભારે યુદ્ધ થયું હતું. આ સમય દરમિયાન 'બ્રહ્માસ્ત્ર' કાઢી નાખવામાં આવ્યું હતું અને તેની અસર કેવી રીતે પલટી શકે છે તે ફક્ત અર્જુન જ જાણતો હતો. અશ્વત્થામા આ ન કરી શક્યા તેથી તેમણે અભિમન્યુની ગર્ભવતી પત્નીને નિશાન બનાવવાનું નક્કી કર્યું. પરંતુ તે ગર્ભવતી હતી, તેથી કૃષ્ણે 9 મહિના સુધી તેની રક્ષા કરી.
 
તેમને આ સંપૂર્ણ સ્ટોરી બતાવવાના કારણ વિશે વાત કરતા કહ્યુ કે તેઓ આટલુ ડિટેલ એટલા માટે બતાવી રહ્યા છે કે છેવટે કૃષ્ણ અશ્વત્થામાને આ આદેશ કેવી રીતે આપી શકે છે કે તે કલ્કિના અવતારમાં તેમની રક્ષા કરે. તેમણે કહ્યુ કૃષ્ણ આટલા પાવરફુલ હોવા છતા પણ અશ્વત્થામાને પોતાની રક્ષા કરવાનુ કેમ કહેશે  ?
 
આ સાથે જ મુકેશ ખન્નાએ અહી સુધી કહ્યુ કે સરકારને એક સ્પેશલ કમિટી બનાવવી જોઈએ. જે માયથોલોજિકલ કનેક્શનવાળી ફિલ્મોને સ્ક્રિપ્ટના લેવલ પર જ પાસ કે રિજેક્ટ કરી શકે.