શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 2 એપ્રિલ 2022 (23:51 IST)

મલાઈકા અરોરાની કારનુ એક્સીડેંટ, એક્ટ્રેસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

મલાઈકા અરોરા એક માર્ગ અકસ્માતની ઝપેટમાં આવી છે. તેમની કારનો અકસ્માત થયો છે. એક્સપ્રેસ વે પર ખોપોલી ખાતે ત્રણ વાહનોની અથડામણમાં તેને સામાન્ય ઈજાઓ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મલાઈકાને સારવાર માટે નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસ હજુ પણ ઘટનાની તપાસ કરી રહી છે. તપાસ બાદ આ મામલે FIR નોંધવામાં આવશે. શનિવારે બપોરે મલાઈકા એક ફેશન ઈવેન્ટમાં ભાગ લેવા ગઈ હતી. તેણે તેની ઈન્સ્ટા સ્ટોરી પર ઈવેન્ટની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે.
 
ખોપોલી પોલીસે જણાવ્યું હતું કે મોડલને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માત બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અભિનેત્રી તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. મલાઈકાના નજીકના મિત્રએ જણાવ્યું કે તેને કેટલાક ટાંકા આવ્યા છે. રવિવારે બપોર સુધીમાં તેણીને રજા આપવામાં આવશે.
 
ફેશન ડીવામા નામે જાણીતી 
મલાઈકા બોલિવૂડનો જાણીતો ચહેરો છે. તેણે ફિલ્મોમાં ઘણા આઈટમ નંબર આપ્યા છે. આ સિવાય તે ટીવી શોને જજ કરતી જોવા મળે છે. ફેશન દિવા કહેવાતી મલાઈકા તેના જિમ લુકથી લઈને એરપોર્ટ લુક માટે ફેમસ છે.
 
અંગત જીવનને લઈને ચર્ચામાં
મલાઈકાના અંગત જીવનની વાત કરીએ તો 48 વર્ષની અભિનેત્રી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે. તેને પૂર્વ પતિ અરબાઝ ખાન સાથે એક પુત્ર અરહાન ખાન છે. પુત્રની કસ્ટડી મલાઈકા પાસે છે.