શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હીઃ , શનિવાર, 26 માર્ચ 2022 (21:47 IST)

ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મોર્યના પુત્રનુ મોટુ એક્સીડેંટ, સ્પીડમાં આવી રહેલી ફોર્ચ્યુનર ટ્રેક્ટર સાથે અથડાઈ

ઉત્તર પ્રદેશમાં નાયબ મુખ્યમંત્રી બનેલા કેશવ પ્રસાદ મૌર્યના પુત્રનો મોટો રોડ અકસ્માત થયો છે. આ અકસ્માત જાલૌનમાં થયો હતો, જ્યાં એક હાઇ સ્પીડ ફોર્ચ્યુનર કાર ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. જેમાં બંન્ને વાહનો ફંગોળાયા છે. દુર્ઘટના સમયે ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યના પુત્ર યોગેશ મૌર્ય પણ ફોર્ચ્યુનરમાં હાજર હતા.
 
સદ્દનસીબે બચી ગયા યોગેશ મોર્ય 
 
આ અકસ્માતમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના પુત્ર યોગેશ કુમાર મૌર્યનો આબાદ બચાવ થયો હતો. ડેપ્યુટી સીએમના પુત્રને માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માત કલાપી કોતવાલી વિસ્તારના આલમપુર બાયપાસ પાસે થયો હતો.
 
રોંગ સાઇડથી આવી રહ્યું હતું ટ્રેક્ટર 
 
જાલૌનના પોલીસ અધિક્ષક રવિ કુમારે જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના પુત્ર યોગેશ મૌર્ય તેના ત્રણ સાથીઓ સાથે ફોર્ચ્યુનર કારમાં મધ્યપ્રદેશના દતિયામાં પિતાંબરા માતાના દર્શન કરવા જઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે જેવી રીતે યોગેશ મૌર્યની કાર નેશનલ હાઈવે (NH) પર કોતવાલી અને કસ્બા કાલપીમાં પૂર્વ ધારાસભ્ય છોટે સિંહની કોઠી પહોંચી, તે વિરુદ્ધ દિશામાંથી આવતા ટ્રેક્ટર સાથે અથડાઈ.