મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (15:34 IST)

UP Assembly Elections: અયોધ્યા નહી ગોરખપુર શહેરથી ચૂંટણી લડશે સીએમ યોગી, સિરાથુથી કેશવ પર લગાવ્યો બીજેપીએ દાવ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂટણી (Uttar pradesh assembly election) માટે ભારતીય જનતા પાર્ટીએ પહેલી યાદી રજુ કરી દીધી છે. આજે પાર્ટી દ્વારા જાહેર યાદીમાં રાજ્યના સીએમ યોગી આદિત્યનાથ(Yogi Adityanath) અને રાજ્યના ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યા (Keshav Prasad Maurya)ના નામનો પણ સમાવેશ છે.  પાર્ટીએ સીએમ યોગીને ગોરખપુર શહેર સીટ પરથી ઉતાર્યા છે. જ્યારે કે ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યાને પ્રયાગરાજની સિરાથુ સીટ પરથી ટિકિટ આપી છે. જો કે પહેલી ચર્ચા હતી કે સીએમ યોગીને અયોધ્યાથી ઉતારી શકાય છે. બીજી બાજુ આજે પહેલા ચરણમાં બીજેપીએ 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા. 

107 સીટોમાંથી 44 ઓબીસી, 19 એસસી અને 10 મહિલાઓ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ તબક્કામાં યોગી અને મૌર્યના નામ સામેલ નથી.
 
પ્રથમ તબક્કાના 57 નામો
 
-બરૌલીથી ઠાકુર જયવીર સિંહ
- અતરૌલીથી સંદીપ સિંહ
- છર્રાથી રવિન્દર પાલ સિંહ
-  કોલથી અનિલ પરાસર
- ઇગલાસથી શ્રી રાજકુમાર સહયોગી
-  છાતાથી ચૌધરી લક્ષ્મી નારાયણ
-  માંટથી રાજેશ ચૌધરી
-  ગોવર્ધન ઠાકુર મેઘ શ્યામ સિંહ
-  મથુરાથી શ્રીકાંત શર્મા
-  બલદેવથી શ્રી પુરાણ પ્રકાશ જાટવ
- એત્માદપુર ડૉક્ટર ધર્મપાલ સિંહ બદલાવ
-  આગરા કેન્ટથી ડૉક્ટર જીએસ ધર્મેશ
-  આગરા દક્ષિણથી શ્રી યોગેન્દ્ર ઉપાધ્યાય
-  આગરા ઉત્તરથી શ્રી પુરુષોત્તમ
-  આગરા ગ્રામીણ બેબી રાની મૌર્યા
-  ફતેહપુર સિક્રીથી ચૌધરી બાબુ લાલ
-  ખેરાગઢથી ભગવાન સિંહ કુશવાહા
-  ફતેહાબાદથી છોટે લાલ વર્મા
- બાહ શ્રીમતી રાની પચરૌલિયા