પંજાબ ચૂંટણી પહેલા ભાજપાની તૈયારી, સામેલ થયા મોટા નામ
આગામી વર્ષે થનારા અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજનીતિક ગતિવિધિઓ ઝડપી થઈ ગઈ છે. બુધવારે પણ ભારતીય જનતા પાર્ટીમાં ભરતી અભિયાન ચાલુ રહ્યુ. બીજેપીમાં બુધવારે પંજાબ ચૂંટણી પહેલા અનેક મોટી હસ્તીઓએ પાર્ટી જોઈન કરી.
બુધવારે સરદાર છત્રપાલ સિંહ, હરિંદર સિંહ એડવોકેટ, જગમોહન સિંહ સૈની, નિર્મલ સિંહ મોહાલી, કુલદીપ સિંહ, જસવિંદર સિંહ અને કર્નલ જૈબંસ સિંહે ભાજપા જોઈન કરઈ.
તાજેતરમાં જ જિતિન પ્રસાદે જોઈન કર્યુ
ઉલ્લેખનીય છે કે બીજેપીમાં થોડા દિવસ પહેલા જ જિતિન પ્રસાદ સામેલ થયા હતા. ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે થનારા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી જિતિન પ્રસાદ બીજેપી સાથે આવી ગયા. બ્રાહ્મણ સમાજમાં નારાજગી વચ્ચે અને બીજેપીનુ મહત્વનુ પગલુ માનવામાં આવ્યુ.
આવતા વર્ષે ક્યા ક્યા થશે ચૂંટણી
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં થનારી વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ કમર કસી રહીએ છે. યુપી અને પંજાબમાં સતત હલચલ ચાલી રહી છે આ બે રાજય ઉપરાંત આવતા વર્ષે ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ ઉપરાંત આવતા વર્ષે હિમાચલ અને ગુજરાતમાં પણ ચૂંટણી થવાની છે.