Assembly Elections Voting : બંગાળ સહિત 5 રાજ્યોમાં મતદાન ચાલુ, રજનીકાંત અને કમલ હસને ચેન્નઈમાં કર્યુ મતદાન

kamal hasan
Last Updated: મંગળવાર, 6 એપ્રિલ 2021 (08:01 IST)
Assembly Election Phase 3 Voting Live Updates: પશ્ચિમ બંગાળ, અસમ, કેરલ, તમિલનાડુ અને પોંડિચેરીમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત આજે તમિલનાડુની 234 બેઠકો, કેરળની 140 અને પોંડિચેરીની 30 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે.


જોકે, પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે, એવામાં મંગળવાર બાદ અહીં વધુ પાચ તબક્કાની ચૂંટણી બાકી રહશે.

અહીં તમામ તબક્કાનું મતદાન 29એપ્રિલે પૂર્ણ થશે. તમામ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીનાં પરિણામો બીજી મેના રોજ જાહેર થશે.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​અસમ, કેરલ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો અને ખાસ કરીને યુવા મતદારોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે.

રજનીકાંત, કમલ હાસને કર્યુ વોટિંગ


બંગાળ, અસમની સાથે તામિલનાડુ, કેરળ, પોંડિચેરીમાં પણ મતદાન શરૂ થઈ ગયું છે. ચેન્નઇમાં સુપરસ્ટાર રજનીકાંતે વહેલી સવારે મતદાન કર્યું હતું. આ ઉપરાંત સુપરસ્ટારમાંથી નેતા બનેલા કમલ હાસને પણ પોતાનો મત આપ્યો હતો, કમલ હાસન તેની પુત્રીઓ શ્રુતિ, અક્ષરા સાથે મત આપવા આવ્યા હતા. આ સાથે જ કેરળના મેટ્રો મેન ઇ. શ્રીધરને પોતાનો મત આપ્યો.

- મત આપ્યા પછી મેટ્રો મેન ઇ શ્રીધરને કહ્યું છે કે આ વખતે કેરળમાં ભાજપનું પ્રદર્શન પ્રભાવશાળી રહેશે, તેમાં કોઈ શંકા નથી. તેમણે કહ્યું કે હું કેરળની પલક્કડ બેઠક પરથી મોટા અંતરથી જીતીશ. ભાજપમાં મારી એન્ટ્રીથી પાર્ટીની એક અલગ જ છબી ઉભી થઈ છે.

-પશ્ચિમ બંગાળના તારકેશ્વરથી ભાજપના ઉમેદવાર સ્વપન દાસગુપ્તાએ કહ્યું છે કે આ વખતની ચૂંટણી એક નવો અનુભવ છે, પરંતુ મને ખાતરી છે. મારે મારો વિશ્વાસ દર્શાવવો નથી. મને લોકોનો ઘણો સપોર્ટ મળી રહ્યો છે. મને લાગે છે કે હું જીતીશ.


આ પણ વાંચો :