શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 જૂન 2021 (23:25 IST)

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણ શરૂ, નરેશ પટેલે કહ્યું- પાટીદાર હોવો જોઇએ CM

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન બાદ હવે ફરી એકવાર ફરીથી પાટીદાર મેદાનમાં આવી ચૂક્યા છે. આ વખતે પાટીદારે રણનીતિ માટે ખોડલધામ એટલે કે પાટીદારના કુલદેવી મંદિરથી રાજકારણની શરૂઆત કરી છે. આજે પાટીદારના બંને જુથ એટલે કે લેઉઆ પટેલ અને કડવા પટેલ બંને એકમંચ પર ખોડલધામમાં મળ્યા. અહીં એક મંચ પર ખોડલધામમાં મળ્યા. અહીં પાટીદાર ગુજરાતમાં વર્ષ 2022માં યોજાનારી ચૂંટણીને લઇને રણનીતિ અને રાજકારણ પર ચર્ચા કરી હતી. 
 
ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલે આજે કહ્યું કે ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધી કેશુભાઇ પટેલ જેવા બીજા નેતા કોઇ થયા નથી. મુખ્યમંત્રીને લઇને કહ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોવો જોઇએ. નરેશ પટેલના આ નિવેદન સાથે જ ગુજરાતમાં રાજકારણનો પારો ચઢી ગયો છે. આમ તો માનવામાં આવે છે કે ગુજરાતમાં વધુ ખાસ કરીને ભાજપમાં પોતાની વર્ચસ્વ બતાવનાર પાટીદાર સમાજના આ નિવેદનથી આગામી થોડા મહિનામાં રાજકીય ગરમાવો જોવા મળી શકે છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર હશે કે જ્યારે પાટીદાર સમુદાયના બે જુથ કડવા પાટીદાર અને લેઉઆ પાટીદાર બંને એક સાથે એક મંચ આવ્યા હોય. અત્યાર સુધી બંને જ પાટીદાર એકબીજાની સાથે મંચ પર આવતા ન હતા. નરેશ પટેલનું કહેવું છે કે આજે પાટીદાર સમાજના અલગ-અલગ વિષયો પર ચર્ચા કરી. 
 
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે એંટ્રી કરનાર કેજરીવાલની આમ આદમી પાર્ટીને લઇને પણ નરેશ પટેલએ કહ્યું કે રાજ્યમાં આમ તો કોઇ ત્રીજી પાર્ટી ચાલી નથી, પરંતુ જે પ્રકારે કેજરીવાલે દિલ્હીમાં અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી કામ કરી રરહી છે, તેને જોતાં લાગી રહ્યું છે કે વિધાનસભામાં તેમને ફાયદો જરૂર થશે. નરેશ પટેલે એ પણ કહ્યું કે ગુજરાતમાં દરેક એક પાર્ટીના અલગ પાટીદાર સમાજના લોકો છે. તે તમામ લોકોને તેમને પાર્ટીમાં સારું સ્થાન અને પદ મળે તે અમારી માંગ છે.