ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 13 ઑક્ટોબર 2018 (11:04 IST)

#MeToo: બિગ બી પર ભડકી સપના ભવનાની, કહ્યુ - સત્ય જલ્દી સામે આવશે

ભારતમાં  #MeToo મૂવમેંટ શરૂ થયા પછી બોલીવુડના દિગ્ગજ લોકો પર સેક્શુઅલ હેરસમેંટનો આરોપ લાગી ચુક્યો છે. આ લોકોમાં આલોકનાથ, વિકાસ બહલ, નાના પાટેકર, અનુ મલિક, સાજિદ ખાન, કૈલાશ ખૈર જેવા મોટા નામ સામેલ છે. આ બધી સેલિબ્રિટીઝ પર એક કે વધુ લોકોએ સનસનીખેજ આરોપ લગાવ્યા છે. 
 
શુક્રવારે જાણીતી સેલિબ્રિટી હેયર સ્ટાઈલિસ્ટ સપના ભવનાનીએ ટ્વિટર પર બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પર હુમલો બોલ્યો છે. તેમણે મી ટૂ મૂવમેંટ પર લખેલ અમિતાભની પોસ્ટ શેયર કરતા લખ્યુ, આ કદાચ દુનિયાનુ સૌથી મોટુ જુઠ્ઠાણુ હશે. સર, પિંક ફિલ્મ રજુ થઈ ચુકી છે અને આ પ્રકારની એક્ટિવિસ્ટની આ ઈમેજ સાથે પણ આવુ જ થશે. તમારુ સત્ય ખૂબ જલ્દી સામે આવશે. 
 
મહિલાઓને સામે આવવા માટે પ્રોત્સાહન આપતા તેમણે દાવો કર્યો, મે વ્યક્તિગત રૂપે અમિતાભ બચ્ચન વિશે એવી ઘણી બધી વાતો સાંભળી છે. તેમણે ટ્વીટ કરી લખ્યુ, બચ્ચનના સેક્શુઅલ મિસકંડક્ટ વિશે મે ઘણી સ્ટોરી વાચી છે અને આશા છે કે એ મહિલાઓ જલ્દી સામે આવશે. 
 
ઉલ્લેખનીય છે કે 11 ઓક્ટોબરના રોજ પોતાનો 74મો જન્મદિવસ પર અમિતાભ બચ્ચને છેવટે મી ટૂ મૂવમેંટ પર પોતાનુ મૌન તોડતા પોતાનો પક્ષ મુક્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખતા કહ્યુ હતુ કે કોઈપણ મહિલા સાથે ખાસ કરીને વર્કશોપ પર ક્યારેય કશુ પણ ખોટુ ન કરવુ જોઈએ.